રામ મંદિર ટ્રસ્ટના 15 સભ્યોની જાહેરાત, હિંદુ પક્ષના વકીલ પારાશરન સહિત આ લોકો થયા સામેલ
રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે રચવામાં આવેલી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Shree Ram Janmabhoomi kshetra Trust)ની પહેલી બેઠક આજે સાંજે 5 વાગે દિલ્હીમાં થશે. બેઠક પહેલાં કુલ 15 સભ્યોના ટ્રસ્ટની જાહેરાત કરી દીધી...
Trending Photos
અયોધ્યા: રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે રચવામાં આવેલી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Shree Ram Janmabhoomi kshetra Trust)ની પહેલી બેઠક આજે સાંજે 5 વાગે દિલ્હીમાં થશે. બેઠક પહેલાં કુલ 15 સભ્યોના ટ્રસ્ટની જાહેરાત કરી દીધી...
આ નામ છે...
1. કે પરાશરન, વરિષ્ઠ વકીલ. અયોધ્યામાં કેસ હિંદુ પક્ષના વકીલ રહ્યા છે.
2. જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી જી મહારાજ, પ્રયાગરાજ
3. જગતગુરૂ સ્વામી પ્રસન્નતીર્થ જી મહરાજ, પેજાવર મઠ, ઉડુપી
4. યુગપુરૂષ પરમાનંદ જી મહારાજ, અખંડ આશ્રમ, હરિદ્વાર
5. વિમલેન્દ્ર મોહન મિશ્રા ઉર્ફે રાજા અયોધ્યા, અયોધ્યા રાજ પરિવારના વંશજ
6. ડો. અનિલ મિશ્રા, અયોધ્યા
7. કામેશ્વર ચૌપાલ, પટના
8. મહંત ધીરેન્દ્ર દાસ, નિર્મોહી અખાડા
9. સંયુક્ત સચિવ સ્તરનું કેન્દ્ર સરકારના અધિકારી
10. અનુજ ઝા, જિલ્લાધિકારી અયોધ્યા
11. અવનીશ અવસ્થી, અપર મુખ્ય સચિવ ગૃહ, યૂપી સરકાર
12. સ્વામી ગોવિંદ દેવ ગિરી જી, પુણે, ગુરૂ પાડુંરંગ અઠાવલેના શિષ્ય
13. Ex Officio Member નું પસંદગી ટ્રસ્ટ કરશે
14. એક પ્રમુખ હિંદુ
15. એક પ્રમુખ હિંદુ
સભ્યોની પસંદગી બાદ ટ્રસ્ટ રામ મંદિર પર આગળની રૂપરેખા નક્કી કરવામાં આવશે. ટ્રસ્ટ પોતાના અધ્યક્ષ, મહાસચિવ અને કોષાધ્યક્ષ બનાવવા પર પણ ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અયોધ્યાના કોઇ સંતને તેની જવાબદારી આપવામાં આવી શકે છે.
આજે થનારી આ બેઠકમાં શ્રીરામ જન્મભૂમિ ન્યાસ સમિતિની માફક મહંત નૃત્યગોપાલ દાસ રામ મંદિરનું મોડલ, કોતરણી કરેલા પત્થર તથા અન્ય મહત્વપૂર્ણ સામગ્રી નવા રચવામાં આવેલા ટ્રસ્ટને સંપવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે રામ મંદિર નિર્માણ માટે 70% પથ્થરોની કોતરણી પુરી થઇ ગઇ છે, જોકે હાલ અયોધ્યાના રામસેવપુરમ અને કાર્યશાળામાં હાજર છે.
દિલ્હીમાં ટ્રસ્ટની આ પહેલી બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવશે કે સૌથી પહેલાં 67 એક જમીનની માપણી કરવામાં આવશે. ટ્રસ્ટના પદેન સભ્ય ડીએમ અયોધ્યા અનુજ ઝા જમીન પર પોતાનો રિપોર્ટ ટ્રસ્ટને પહેલી મિટીંગમાં સોંપશે.
સૌથી મહત્વપૂર્ણ એ છે કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ક્યારથી શરૂ થશે? એ પ્રશ્ન દરેકના મનમાં છે અને તેનો જવાબ આજની બેઠક બાદ મળી શકે છે. સાધુ સંતોનું કહેવું છે કે હિંદુ નવવર્ષની શરૂઆત બાદ કોઇપણ સમયે ભૂમિ પૂજન કરવામાં આવી શકે છે. મોટાભાગના સાધુ સંતો રામનવમીના પક્ષમાં છે પરંતુ શુભ મુહૂર્ત પર વિચાર થશે. સંભાવના છે કે એપ્રિલમાં રામ મંદિરનું ભૂમિ ભૂજન કરવામાં આવશે.
આજે થનારી આ બેઠકમાં શ્રીરામ જન્મભૂમિ ન્યાસ સમિતિ દ્વારા મહંત નૃત્યગોપાલ દાસ રામ મંદિરનું મોડલ, કોતરણી કરેલા પથ્થર તથા અન્ય મહત્વપૂર્ણ સામગ્રી નવા રચવામાં આવેલા ટ્રસ્ટને સોંપવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે રામ મંદિર નિર્માણ માટે 70% પથ્થરોની કોતરણી પુરી થઇ ચૂકી છે, જોકે હાલ અયોધ્યાના રામસેવપુરમ અને કાર્યશાળામાં ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે