પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા

SpiceJet Mahakumbh Special Flights: મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે સ્પાઈસ જેટે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને અમદાવાદથી પ્રયાગરાજ માટે વિશેષ દૈનિક ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. સ્પાઈસજેટે કહ્યું કે આ ફ્લાઈટ્સ 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે.
 

પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા

SpiceJet Mahakumbh Special Flights: એરલાઇન કંપની સ્પાઇસજેટે મહાકુંભ 2025 માટે ખાસ તૈયારીઓ કરી છે. મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સ્પાઈસ જેટે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને અમદાવાદથી પ્રયાગરાજ માટે વિશેષ દૈનિક ફ્લાઈટની જાહેરાત કરી છે. સ્પાઈસજેટે કહ્યું કે આ ફ્લાઈટ્સ 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. આ વિશેષ ફ્લાઇટ્સ મહા કુંભમાં જનારા લાખો શ્રદ્ધાળુઓને સરળ અને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ પ્રદાન કરશે.

અમદાવાદ અને પ્રયાગરાજ વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઈટ સેવાઓ આપનારી સ્પાઈસજેટ એકમાત્ર એરલાઈન છે, જે ગુજરાતના યાત્રાળુઓને સહજ અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ પૂરો પાડે છે.

દર 12 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે
મહા કુંભમેળો એ વિશ્વનો સૌથી મોટો જાહેર વિશ્વાસનો મેળાવડો છે, જે તપસ્વીઓ, સંતો, સાધુઓ, સાધ્વીઓ, કલ્પવાસીઓ અને જીવનના તમામ ક્ષેત્રોના યાત્રાળુઓને આકર્ષે છે. પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન યોજાતો મહા કુંભ મેળો, દર 12 વર્ષે યોજવામાં આવે છે, જે લાખો લોકો માટે જીવનમાં એકવાર આધ્યાત્મિક અનુભવ બનાવે છે.

SpiceJet એ જણાવ્યું કે તીર્થયાત્રીકોની સારી યાત્રા અને આરામદાયક અનુભવ માટે બધી ફ્લાઇટ્સનું ટાઇમિંગ ખુબ સુવિધાજનક રાખવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ફ્લાઇટ્સ માટે બુકિંગ હવે www.spicejet.com, સ્પાઇસજેટ મોબાઈલ એપ અને ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ તથા એજન્ટોના માધ્યમથી શરૂ થઈ ગયું છે. 

સ્પાઇસજેટના CBO દેબોજો મહર્ષિએ કહ્યુ- મહાકુંભ મેળો માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ આસ્થા, ભક્તિ અને એકતાનો ઉત્સવ છે. સ્પાઇસજેટમાં, અમે સુવિધાજનક કનેક્ટિવિટી અને આરામદાયક યાત્રા અનુભવ પ્રદાન કરી આ  બાબતે ગર્વ કરીએ છીએ. ચાર મુખ્ય શહેરોથી પ્રયાગરાજ માટે અમારી વિશેષ દૈનિક ઉડાનો સાથે, અમારૂ લક્ષ્ય તે નક્કી કરવાનું છે કે દેશભરમાંથી ભક્ત કોઈ યાત્રા સંબંધી ચિંતા વગર આ પવિત્ર આયોજનમાં સામેલ થઈ શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news