Supreme Court: બળાત્કારના આરોપીને કોર્ટે પૂછ્યુ, શું પીડિતા સાથે લગ્ન કરીશ, જાણો શું છે ઘટના
સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ સોમવારે એક સુનાવણી દરમિયાન દુષ્કર્મના આરોપીને પૂછ્યુ કે શું તે પીડિતાની સાથે લગ્ન કરવા તૈયાર છે? આરોપી અધિકારીએ બોમ્બે હાઈકોર્ટ (ઔરંગાબાદ બેંચ) ના તે ચુકાદાને પડકાર્યો છે, જેમાં આગોતરા જામીન અરજીને નકારી દેવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ સોમવારે એક સુનાવણી દરમિયાન દુષ્કર્મના આરોપીને પૂછ્યુ કે શું તે પીડિતાની સાથે લગ્ન કરવા તૈયાર છે? આરોપી અધિકારીએ બોમ્બે હાઈકોર્ટ (ઔરંગાબાદ બેંચ) ના તે ચુકાદાને પડકાર્યો છે, જેમાં આગોતરા જામીન અરજીને નકારી દેવામાં આવી છે. ઘટનાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ આરોપી અરજીકર્તાને પૂછ્યુ કે શું તું તેની સાથે લગ્ન કરીશ? તેના પર અરજીકર્તાના વકીલે કહ્યુ કે, તેને આ માટે પૂછવુ પડશે. અરજીકર્તાના વકીલે કહ્યુ કે, તેનો ક્લાયન્ટ સરકારી અધિકારી છે અને જો ધરપકડ થાય તો તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ દલીલ પર સુપ્રીમે કર્યુ કે, સગીર યુવતી સાથે દુષ્કર્મ કરતા પહેલા આ વિચારવાની જરૂર હતી.
અરજીકર્તાને 4 સપ્તાહ સુધી ધરપકડથી રાહત
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન અરજીને નકારતા કહ્યું કે, અરજીકર્તા એક નિયમિત બેંચમાં જવા માટે સ્વતંત્ર છે. સુપ્રીમ કોર્ટની આ બેચમાં સીજેઆઈ બોબડે સિવાય જસ્ટિસ એ એસ બોપન્ના, પી રામાસુબ્રમણ્યમ પણ સામેલ હતા. બેંચે અરજીકર્તાને 4 સપ્તાહ સુધી ધરપકડમાંથી રાહત આપી છે. હકીકતમાં 2019મા આરોપી વિરુદ્ધ સગીર સાથે દુષ્કર્મનો કેસ અને પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ નોંધવામાં આવ્યો છે.
આરોપીને સેશન કોર્ટથી મળ્યા છે આગોતરા જામીન
મામલામાં આરોપીને સેશન કોર્ટથી આગોતરા જામીન મળ્યા હતા, પરંતુ હાઈકોર્ટમાંથી જામાન ન મળ્યા, ત્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે કહ્યુ કે, જો તે લગ્ન કરવા ઈચ્છે છે તો તેની જાણકારી આપો. બાદમાં અરજીકર્તાના વકીલે કોર્ટને જાણકારી આપી કે લગ્ન કરવા સંભવ નથી, કારણ કે અરજીકર્તા પહેલાથી પરણેલો છે. વકીલે કોર્ટને કહ્યુ કે, અરજીકર્તા પહેલા યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પરંતુ તેણે ઇનકાર કરી દીધો હતો.
જાણો શું છે ઘટના
23 વર્ષના સુભાષ ચવ્હાણ પર વર્ષ 2014-2015માં એક 16 વર્ષની યુવતી પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન તે પણ સ્પષ્ટ કર્યુ કે, અરજીકર્તા પર લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું નથી. દુષ્કર્મના આરોપીએ વાયદો કર્યો હતો કે યુવતી વયસ્ક થશે તો તે લગ્ન કરી લેશે, પરંતુ તેણે ન કરતા કેસ દાખલ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે