સુપ્રીમ કોર્ટે સૈરીડોનને'માથાના દુખાવા'મા રાહત, ત્રણ દવાઓ પરથી હટ્યો પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટે સૈરીડોન અને બે અન્ય દવાઓનાં વેચાણ પરથી પ્રતિબંધ હટાવી દીધો છે, તે અગાઉ સરકારે ગત્ત અઠવાડીયે 328 દવાઓનાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો
Trending Photos
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સેરીડોન અને બે અન્ય દવાઓનાં વેચાણ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. અગાઉ સરકારે ગત્ત અઠવાડીયે 328 દવાઓનાં વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો હતો. સરકારનાં નિર્ણયની વિરુદ્ધ દવા કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યાર બાદ આ ચુકાદો આવ્યો. કોર્ટે ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન અથવા એફડીસી દવાઓ અંગે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. પેનકિલર સૈરીડોન અને સ્કિન ક્રીમ પેનડ્રમ તે 328 એફડીસી દવાઓ પૈકીની એક હતી જેને સરકારે તેનાં દુરૂપયોગને અટકાવવા માટે પ્રતિબંધિદ કરી દીધી હતી. સુપ્રીન કોર્ટનું કહેવું છે કે માત્ર એટલા માટે આ દવાનોને બંધ કરી દેવામાં આવે કારણ કે તે 1988થી પહેલા બનેલા ડ્રગમાંથી છે. ડ્રગ ટેક્નિકલ એડ્વાઇઝરી બોર્ડના નોટિફિકેશન અનુસાર 328 કોમ્બિનેશન મેડિસિન બંધ કરી દેવામાં આવી છે. આ ફિક્સ્ડ ડોમ કોમ્બિનેશનમાં આવે છે. આ એટલા માટે બંધ કરી દેવામાં આવી રહી છે કારણ કે કોઇ થેરેપ્ટિક જસ્ટિફિકેશન નથી. બોર્ડનું કહેવું છે કે આ દવાઓ રોગિઓ માટે રિસ્કી પણ છે.
સેરીડોનને મળી રાહત
સરકારે માથાના દુકાવામાં લેવામાં આવતી સેરીડોનને તો બંધ કરી દીધી પરંતુ ડીકોલ્ડ ટોટલ, ફેસેડાઇલ અને ગ્રાઇલિંક્ટ્સને બંધ નથી કરી. જો કે હવે કોર્ટનાં ચુકાદા બાદ સૈરીડોનને પણ રાહત મળી છે. અગાઉ સરકારે કહ્યું હતું કે તે 6 અને દવાઓનાં ઉત્પાદન તથા વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લાદશે. આ પ્રતિબંધથી 1.18 લાખ કરોડ રૂપિયાનાં ફાર્મા ઉદ્યોગથી 1500 કરોડ રૂપિયાનો વ્યાપાર બંધ થવાનું અનુમાન છે. જે દવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેમાં માથાના દુખાવા સહિત ગણા રોગોની દવાનો સમાવેશ થાય છે.
નામચીન કંપનીઓની બ્રાંડનો સમાવેશ
સરકારનાં નોટિફિકેશન અનુસાર શરદી, ખાંસી અને ડિપ્રેશનની દવાઓ પર કોઇ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. જે બ્રાન્ડની દવાઓ બંધ કરવામાં આવી છે તેમાં માઇક્રોબાયોલોજી ટ્રાઇપ્રાઇડ એબોટ ટ્રાઇબેટ અને લ્યૂપિન ગ્લૂકોનોર્મનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે ગત્ત 328 ફિક્સ્ડ્ ડોઝ મિશ્રણ (એફડીસી) વાળી દવાઓનું ફરીથી પરિક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે અગાઉ આ દવાઓ પર લગાવાયેલો પ્રતિબંધ દિલ્હી હાઇકોર્ટે રદ્દ કરી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે