Surya Grahan 2022: આજે સૂર્ય ગ્રહણની સાથે આ ત્રણ ગ્રહોની યુતિ, ચાર રાશિના જાતકોને થશે લાભ
Surya Grahan 2022 દિવાળીના બીજા દિવસે એટલે કે આજે સૂર્યગ્રહણ છે. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે જે ઘણી રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થશે તો કોઈ રાશિ માટે કષ્ટભર્યું રહેશે. આવો જાણીએ આ સૂર્યગ્રહણ કઈ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ Surya Grahan 2022: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું બીજુ અને છેલ્લું સૂર્ય ગ્રહણ આજે (25 ઓક્ટોબર) છે. દિવાળીના બીજા દિવસે સૂર્યગ્રહણ હોવાને કારણે નવું વર્ષ એક દિવસ બાદ ઉજવવામાં આવશે. 25 ઓક્ટોબરે પડનારૂ આ ગ્રહણ ખાસ છે. કારણ કે આ દિવસે એક નહીં પરંતુ ચાર ગ્રહોની યુતિ હશે. તેવામાં દરેક રાશિના જાતકોના જીવન પર સારી તો કોઈ રાશિઓ પર તેની ખરાબ અસર પડશે.
સૂર્ય ગ્રહણના દિવસે સૂર્ય તુલા રાશિમાં હશે. આ સાથે આ રાશિમાં કેતુ બિરાજમાન હશે. આ સિવાય તુલા રાશિમાં ચંદ્ર અને શુક્ર ગ્રહ પણ બિરાજમાન હશે. જાણો સૂર્ય ગ્રહણ સિવાય ગ્રહોની યુતિનો શુભ પ્રભાવ કઈ રાશિઓ પર પડશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ મિશ્રિત રહેવાનું છે. ગ્રહોની યુતિને કારણે આ રાશિના જાતકોના જીવનમાં કોઈ નવી વસ્તુ થઈ શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. વ્યાપારમાં કરેલું રોકાણ નફો આપી શકે છે. નોકરી કરનાર લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
સિંહ રાશિ
આ રાશિમાં સૂર્ય ગ્રહણ તૃતીય ભાવમાં હશે. તેવામાં આ રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે. રોકાયેલા કામ પૂરા થઈ શકે છે. નોકરી કરી રહેલા લોકોની કામના સ્થળે પ્રશંસા થશે. તેના કારણે તમારૂ પ્રમોશન થઈ શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. કોઈ જગ્યા પર રોકાણ કરવા ઈચ્છો છો તો આ સમય સારો સાબિત થઈ શકે છે.
કર્ક રાશિ
આ રાશિમાં સૂર્ય ગ્રહણ ચતુર્થ ભાવમાં હશે. તેવામાં સૂર્ય ગ્રહણ આ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. આવકના નવા રસ્તા ખુલશે. જો જમીન કે વાહન વગેરે ખરીદવાની ઈચ્છા છે તો આ સમયમાં ખરીદી શુભ સાબિત થશે. તમને ભાગ્યનો સાથ મળશે. દરેક કામ સમજી વિચારીને કરજો.
ધન રાશિ
આ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ ખુશીઓ લઈને આવવાનું છે. આ રાશિમાં 11માં ભાવમાં સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે. તેવામાં નોકરી અને વ્યવસાય કરનારને મોટો પ્રોજેક્ટ મળવાની સંભાવના ઓછી છે. લગ્ન કરેલા અને ડેટિંગ કરતા કપલ્સ આપસી તાલમેલ દ્વારા પોતાના સંબંધને વધુ ગાઢ બનાવે. કરિયરમાં નવી ઉડાન ભરી શકો છો.
(સામાન્ય જાણકારી અને ધાર્મિક માન્યતાના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક સંપૂર્ણ સટીક હોવાનો દાવો કરતું નથી. તમે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે