'અખંડ ભારત'ની દિશામાં PoK પરત લેવું આગામી પગલું: રામ માધવ


ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યું કે, પીઓકેને પરત લેવાનું કામ તબક્કાવાર રીતે થશે. તેમણે આ વાત દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી. 
 

'અખંડ ભારત'ની દિશામાં  PoK પરત લેવું આગામી પગલું: રામ માધવ

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે શનિવારે કહ્યું કે, બંધારણની કલમ 370ને રદ્દ કરવી 'અખંડ ભારત'ના ઉદ્દેશ્યને હાંસિલ કરવાની દિશામાં પ્રથમ પગલું હતું અને આગામી પગલું પાકના કબજામાં રહેલા કાશ્મીર (પીઓકે)ને પરત લાવવાનું છે. તેમણે શનિવારે વિજ્ઞાન ભવનમાં સહભાગીઓને સંબોધિત કરતા આ વાત કહી હતી. 

આ દરમિયાન જ્યારે તેમને એક સહભાગીએ પૂછ્યું કે, અખંડ ભારતનું સપનું ક્યારે સાકાર થશે, તેમણે કહ્યું, 'આ તબક્કામાં પૂરુ થશે. પ્રથમ વસ્તુ છે કે જમ્મૂ કાશ્મીર જે કેટલિક હદ સુધી મુખ્યધારામાં નહતું, તે હવે સંપૂર્ણ રીતે ભારત સાથે જોડાઇ ગયું છે.' ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું, 'અમારૂ આગામી લક્ષ્ય ભારતીય જમીનને પરત લેવાનું છે જે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં છે.' તેમણે કહ્યું કે, પીઓકેને પરત લેવાનો પ્રસ્તાવ સંસદમાં 1994માં પસાર કરવામાં આવ્યો હતો.

ભાજપના નેતાએ કહ્યું કે, 20મી સદીના ભારતનો ખ્લાય જોનારાને દેશ જે નવા-નવા આઝાદ થયેલા લોકોના સપનાને પૂરા કરતો હતો, પરંતુ આજની પેઢી મહત્વકાંક્ષી અને વ્યાવહારિક છે કારણ કે આ યુવાઓની છે. 

સિદ્ધૂ બાદ હવે કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા પહોંચ્યા પાકિસ્તાન, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મિલાવ્યો હાથ 

મહત્વનું છે કે આ પહેલા વિદેશ પ્રધાન એસ જયશંકર પણ બોલી ચુક્યા છે કે પીઓકે ભારતનો ભાગ છે અને આશા છે કે એક દિવસ તે ભારતના ભૌતિક અધિકાર ક્ષેત્રમાં હશે. તો નાગરિકતા સંશોધન કાયદાને લઈને સંસદમાં ચર્ચા દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, પીઓકે આપણું છે, તેના નાગરિક આપણા છે અને આપણે હજુ 26 સીટો જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં રિઝર્વ રાખીએ છીએ. આ પહેલા તેમણે આર્ટિકલ 370 હટાવવાના મુદ્દા પર સંસદમાં કહ્યું હતું, 'અમે પીઓકે માટે પણ જીવ આપવા તૈયાર છીએ. જમ્મૂ કાશ્મીરનો મતલબ પાકિસ્તાનના કબ્જામાં રહેલું (પીઓકે) અને અક્સાઈ ચીન સાથે પણ છે કારણ કે તેમાં બંન્ને સામેલ છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news