CMની પુત્રીને હરાવવા 179 ખેડૂતો ચૂંટણીના મેદાનમાં, ચૂંટણી પંચે કરવી પડી ખાસ વ્યવસ્થા

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના પુત્રી અને ટીઆરએસના હાલના સાંસદ કે.કવિતા વિરુદ્ધ 179 ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે.

CMની પુત્રીને હરાવવા 179 ખેડૂતો ચૂંટણીના મેદાનમાં, ચૂંટણી પંચે કરવી પડી ખાસ વ્યવસ્થા

નિઝામાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના પુત્રી અને ટીઆરએસના હાલના સાંસદ કે.કવિતા વિરુદ્ધ 179 ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ તેઓ જરાય ગભરાયા નથી અને કહે છે કે મારા પોતાના ખેડૂતો પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. 

રાહુલ ગાંધીના પિતરાઈએ PM મોદી વિશે આપ્યું એવું નિવેદન, ગાંધી પરિવારમાં ખળભળાટ મચ્યો

પહેલા તબક્કામાં 11 એપ્રિલના રોજ ચૂંટણી થવાની છે. 179 ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે સત્તાધારી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ખેડૂતોને હળદર અને લાલ જુઆરને ન્યૂનતમ સમર્થન મૂલ્ય અપાવવામાં અને નિઝામાબાદમાં હળદર બોર્ડની રચના કરાવવામાં નિષ્ફળ ગઈ છે. 

આ સીટ પર કુલ 185 ઉમેદવારો મેદાનમાં છે. જેના કારણે ચૂંટણી પંચે વિશાળ ઈવીએમની વ્યવસ્થા કરવી પડી છે. કવિતાએ કહ્યું કે તેમના વિરુદ્ધ  પ્રદર્શન કરી રહેલા અને ચૂંટણી લડી રહેલા ખેડૂતો ભાજપ અને કોંગ્રેસના સમર્થકો છે. 'તેમને મેદાનમાં જ રહેવા દો.'

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે સામાન્ય રીતે ખેડૂતો રાજ્યની રૈયતુ બંધુ જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી રહ્યાં છે. કવિતાને જ્યારે સવાલ પૂછાયો કે શું મોટી સંખ્યામાં ખેડૂતો ચૂંટણી લડી રહ્યાં છે તો  તેઓ તણાવમાં છે તો તેમણે જવાબ આપ્યો કે 'ના, પરિણામની રાહ જુઓ. તમને ખબર પડી જશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news