તેલંગાણા: વિધાનસભા ભંગ પાછળ આ 3 કારણોએ મહત્વનો ભાગ ભજવ્યો

તેલંગાણા સરકાર વિધાનસભા ભંગ કરવાનાં પ્રસ્તાવને રાજ્યપાલ ઇએસએલ નરસિંઘે મંજુરી આપી દીધી છે. જેના પગલે હવે રાજ્યમાં સમય કરતા પહેલ ચૂંટણી યોજવી શક્ય બનશે. જે અત્યાર સુધી લોકસભાની સાથે થવાની શક્યતાઓ હતી. આ અગાઉ કેબિનેટ મીટિંગ દરમિયાન જ વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવ પાસ થઇ ચુક્યો હતો. હાલ તો ચૂંટણી સુધી ચંદ્રશેખર રાવ જ કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે રહેશે. ટીઆરએસની આ મીટિંગ માટે બુધવારથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી. આ બેઠક માટે તમામ મંત્રીઓને હૈદરાબાદમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે સમય પહેલા વિધાનસભા ચૂંટણી કરાવવા પાછળના મુખ્ય ત્રણ કારણો માનવામાં આવી રહ્યા છે

તેલંગાણા: વિધાનસભા ભંગ પાછળ આ 3 કારણોએ મહત્વનો ભાગ ભજવ્યો

હૈદરાબાદ : તેલંગાણા સરકાર વિધાનસભા ભંગ કરવાનાં પ્રસ્તાવને રાજ્યપાલ ઇએસએલ નરસિંઘે મંજુરી આપી દીધી છે. જેના પગલે હવે રાજ્યમાં સમય કરતા પહેલ ચૂંટણી યોજવી શક્ય બનશે. જે અત્યાર સુધી લોકસભાની સાથે થવાની શક્યતાઓ હતી. આ અગાઉ કેબિનેટ મીટિંગ દરમિયાન જ વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવ પાસ થઇ ચુક્યો હતો. હાલ તો ચૂંટણી સુધી ચંદ્રશેખર રાવ જ કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે રહેશે. ટીઆરએસની આ મીટિંગ માટે બુધવારથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી. આ બેઠક માટે તમામ મંત્રીઓને હૈદરાબાદમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે સમય પહેલા વિધાનસભા ચૂંટણી કરાવવા પાછળના મુખ્ય ત્રણ કારણો માનવામાં આવી રહ્યા છે. 

અવિશ્વાસ મત્ત : લોકસભામાં અવિશ્વાસ મત અને રાજ્યસભાનાં ઉપસભાપતિની ચૂંટણીમાં ટીડીપી અને કોંગ્રેસ એક કેમ્પમાં હતા. ટીઆરએસને લાગી રહ્યું છે કે લોકસભા ચૂંટણીના સમયે આ બંન્ને સપા-બસપા જેવા ગઠબંધન થઇ શકે છે.

કોંગ્રેસમાં ફુંકાઇ શકે છે નવો જીવ : કેસીઆર લોકસભાનાં બદલે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સાથે ચૂંટણી કરાવવાનું પસંદ કરશે. તેમને ડર છે કે જો આ ઉત્તરી રાજ્યોમાંથી એક કે બેમાં કોંગ્રેસને જીત મળશે તો તેનાં કારણે સુસ્ત પડેલ તેલંગાણા કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકાશે. કોંગ્રેસ વધારે આક્રમક બનશે. જેના કારણે નબળો પડેલ સમગ્ર વિપક્ષમાં કોંગ્રેસ ફરી એકવાર આક્રમક બનશે અને સામે ટક્કર આપશે. 

લઘુમતી વોટ બેંક ગુમાવવાનો ડર : લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી નહી થવાનાં કારણે અસુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમની સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ ગઠબંધન દ્વારા ટીઆરએસ રાજ્યનાં 12 ટકા લઘુમતી મતદાતાઓનો લલચાવવામાં સફળ રહી શકે છે. બીજી તરફ ચૂંટણી ચૂંટણી સાથે થાય છે તે કેસીઆરના કેન્દ્રની સાથે નજીકના સંબંધોની અસર આ વોટબેંક પર પડી શકે છે. 

અત્રે ઉલ્લેખીય છે કે તેલંગાણામાં વિધાનસભાની કુલ 119 સીટો છે. તેમાં સત્તાધારી ટીઆરએસની પાસે વિધાનસભામાં હાલ 90 સીટો છે. જ્યારે વિપક્ષી કોંગ્રેસની પાસે 13 સીટો અને ભાજપની પાસે 5 સીટો છે. 

કોંગ્રેસ અને ટીડિપી કરશે ગઠબંધન?
બીજી તરફ સુત્રોની અનુસાર તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ અને ટીડીપી મળીને વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં એક સાથે ઉતરી શકે છે. તેના માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડૂની વચ્ચે ચૂંટણી પ્રક્રિયા મુદ્દે આંતરિક સમજુતી થઇ ચુકી છે. ભલે આંધ્રપ્રદેશ વિભાજન બાદ ચંદ્રબાબુ નાયડુ હૈદરાબાદ શિફ્ટ થઇ ગયા હોય પરંતુ તેલંગાણાના ઘણા વિધાનસક્ષા વિસ્તારો ખાસ કરીને ગ્રેટર હૈદરાબાદમાં ટીડીપીની પકડ હજી પણ મજબુત છે. 2014ની ચૂંટણીમાં ટીડીપી- ભાજપ ગઠબંધને 24માંથી 14 વિધાનસભા સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news