PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરનારનું આ હોલીવુડ એક્ટર સાથે છે સીધું કનેક્શન!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Pm Narendra Modi)નું ગુરૂવારે (3 સપ્ટેમ્બર)ને પર્સનલ વેબસાઇટ narendramodi.in સાથે જોડાયેલા ટ્વિટર એકાઉન્ટને હેક કરી લેવામાં આવ્યું. હેકરે ટ્વિટર એકાઉન્ટ પર કોરોના મહામારીનો સામનો કરવા માટે લોકોને પીએમ રિલીફ ફંડમાં પૈસા જમા કરવાની માંગ કરી.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Pm Narendra Modi)નું ગુરૂવારે (3 સપ્ટેમ્બર)ને પર્સનલ વેબસાઇટ narendramodi.in સાથે જોડાયેલા ટ્વિટર એકાઉન્ટને હેક કરી લેવામાં આવ્યું. હેકરે ટ્વિટર એકાઉન્ટ પર કોરોના મહામારીનો સામનો કરવા માટે લોકોને પીએમ રિલીફ ફંડમાં પૈસા જમા કરવાની માંગ કરી. હેકરે લોકો પાસે બિટકોઇન દ્વારા ડોનેટ કરવા માટે કહ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીના એકાઉન્ટ પરથી લગભગ અડધો ડઝન ટ્વીટ કરવામાં આવ્યા. હેકરે એક ટ્વીટ દ્રારા જણાવ્યું કે ''આ એકાઉન્ટ ઝોન વિક (hckindia@tutanota.com) દ્વારા હેક કરી લેવામાં આવ્યું છે. અમે પેટીએમ મોલ હેક કર્યું નથી.''
જોકે સારી વાત એ છે કે થોડાવાર પછી એકાઉન્ટને રિકવર કરી લેવામાં આવ્યું અને હેકરની બધી ટ્વીટ ડીલીટ કરી દેવામાં આવ્યા. મોડી રાતથી જ ટ્વિટરએ પણ તેની તપાસ શરૂ કરી દીધી હતી. જાણકારી માટે તમને જણાવી દઇએ કે પીએમ મોદીના આ ટ્વિટર હેન્ડલ પર લગભગ 25 લાખ ફોલોવર્સ છે. જોકે હેક થતાં જ હેકર્સના મેસેજ વાયરલ થવા લાગ્યા. આ બધા મેસેજ એક જેવા જ છે અથવા એમ કહીએ કે એક પ્રકારેના મેસેજને વારંવાર ટ્વીટ કરવામાં આવ્યો હતો.
જાણો કોણ છે John Wick અને શું છે કીનૂ રીવ્સ સાથે સંબંધ
જે જોન વિક નામ પહેલાં પીએમ મોદીનું સત્તાવાર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું તે નામની એક અમેરિકન એક્શન થ્રિલર ફેન્ચાઇઝી છે. તેમાં મેને કેરેક્ટરનું નામ જોન વિક (John Wick) છે અને આ ફિક્શનલ કેરેક્ટર જોન વિકને કીનૂ રિવ્સએ ભજવ્યું છે. તેને ડેરેક કોલસ્ટેન્ડએ બનાવ્યું હતું. આ ફિલ્મોનું નિર્દેશન ચાડ સ્ટેલ્સ્કીએ કહ્યું હતું. આ ફિલ્મ ત્રણ અલગ-અલગ ભાગોમાં ઉપલબ્ધ છે.
PM Modi's Twitter account hacked.
Bitcoin? John Wick? Paytm Mall?
screenshots source: twitter pic.twitter.com/gj4E2Oai5z
— Irfan (@simplyirfan) September 2, 2020
ફિલ્મનો પહેલો ભાગ 2014માં આવ્યો હતો અને ત્યારબાદ બીજો ભાગ 2017 જ્યારે ત્રીજો ભાગ 2019માં John Wick: Chapter 3 – Parabellum ના નામે રિલીઝ કરવામાં આવ્યો હતો. જોન વિક પહેલી ફિલ્મથી માંડીને ત્રીજી ફિલ્મ સુધી ભાગતો રહે છે. હકિકતમાં જોન ક્રાઇમની દુનિયાથી નિકળીને એક ફેમિલી તૈયાર કરી લેતોઅને પત્નીના મૃત્યું બાદ તેની અંતિમ નિશાની બીગલ ડોગને એક ગેંગસ્ટરનો પુત્ર મારી દે છે.
જોન વિક પહેલાં આ નામનો પણ પ્રયોગ કરી ચૂક્યા છે હેકર્સ
જાણકારી અનુસાર તમને જણાવી દઇએ કે આ પહેલાં ઘણા હેકર્સ Elliot Alderson નામ પણ ઉપયોગ કરી ચૂક્યા છે. આ ફિલ્મ Mr.Robot નું કેરેક્ટર છે. તેને Rami Malek એ ભજવ્યું હતું, જોકે એક હેકર બન્યો હતો. જોકે જોન વિકને કોઇપણ ફિલ્મમાં ના તો હેકર અને ના તો સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ બતાવવામાં આવ્યો છે.
જુલાઇમાં પણ હેક થયા હતા અઢળક સેલેબ્સના એકાઉન્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં જુલાઇમાં પણ તમામ નામચીન હસ્તીઓના એકાઉન્ટ હેક થયા હોવાના સમાચાર આવ્યા હતા. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, અમેઝોન સીઇઓ જેફ બેઝોસ, વોરેન બગેટ, બિલ ગેટ્સ, એલન મસ્ક, જે બાઇડેન સહિત ઘણા લોકો હેકર્સનો શિકાર થઇ ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે