West Bengal માં ગૌ-તસ્કરી, લવ જેહાદ રોકવામાં TMC નિષ્ફળ, 2 મે બાદ પરિવર્તનઃ યોગી આદિત્યનાથ

પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પાર્ટીઓ વચ્ચે હલચલ વધી ગઈ છે. આ ક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા મંગળવારે બંગાળના પ્રવાસે છે. 

West Bengal માં ગૌ-તસ્કરી, લવ જેહાદ રોકવામાં TMC નિષ્ફળ, 2 મે બાદ પરિવર્તનઃ યોગી આદિત્યનાથ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ (West Bengal Election) ના માલદા જિલ્લામાં મંગળવારે આયોજીત જનસભાને સંબોધિત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ તૃણમૂલ કોંગ્રેસ તથા રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યુ કે, 'હું બંગાળ સરકાર તથા મમતા દીદીને આગ્રહ કરવા ઈચ્છીશ કે ઉત્તર પ્રદેશમાં એક સરકાર હતી જેણે અયોધ્યામાં ભગવાન રામના શ્રદ્ધાળુઓ પર ગોળી વરસાવી. હવે સરકારની સ્થિતિ તમે જોઈ શકો છો. હવે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો વારો છે. તેમણે આગળ કહ્યું, બંગાળમાં જય શ્રી રામના નારાને મંજૂરી નથી પરંતુ અહીંની જનતા તેને આગળ જારી રાખવા દેશે નહીં. 

ટીએમસીને આપ્યો પડકાર, કહ્યું- બે મે બાદ થશે પરિવર્તન
પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પાર્ટીઓ વચ્ચે હલચલ વધી ગઈ છે. આ ક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા મંગળવારે બંગાળના પ્રવાસે છે. અહીંના માલદા જિલ્લામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધિત કરતા યોગીએ કહ્યુ, હંમેશાથી ભારતમાં પશ્ચિમ બંગાળ સાંસ્કૃતિક રાષ્ટ્રીયતાનું પ્રતીક રહ્યુ છે. સ્વતંત્રતા સંગ્રામમાં અહીં ક્રાંતિ થઈ હતી. 

— ANI (@ANI) March 2, 2021

ચૂંટણી સભાને સંબોધતા યોગીએ કહ્યુ કે, આજે બંગાળમાં સત્તા પ્રાયોજિત અપરાધ અને આતંકવાદ ન માત્ર અહીંની સુરક્ષા પરંતુ દેશની સુરક્ષાને પણ પડકાર આપે છે. આજે બંગાળમાં દુર્ગાપૂજા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. ઈદમાં બળજબરીથી ગૌ હત્યાઓ પ્રારંભ કરાવવામાં આવે છે. તેમણે આગળ કહ્યું, હું બંગાળ સરકાર તથા મમતા દીદીને આગ્રહ કરીશ કે ઉત્તર પ્રદેશમાં એક સરકાર હતી જેણે અયોધ્યામાં રામના ભક્તો પર ગોળી વરસાવી હતી. તે સરકારની સ્થિતિ તમે જોઈ શકો છો. હવે બંગાળમાં ટીએમસીનો વારો છે. 

બંગાળમાં થશે પરિવર્તનઃ યોગી
તેમણે કહ્યું, જ્યારે બંગાળમાં અરાજકતા અને હિંસા જોવા મળે છે તો દેશને પીડા થાય છે. આજે બંગાળમાં ગરીબોની સ્થિતિ વિકટ છે. બંગાળમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓને લાગૂ કરવામાં આવતી નથી. આદિત્યનાથે કહ્યુ કે, સીએએ જ્યારે લાગૂ થયું તો બંગાળમાં હિંસા કેમ થાય છે, આ સત્તાની પ્રાયોજીત હિંસા છે. બંગાળમાં આયુષ્માન ભારત યોજનાને લાગૂ કરવામાં આવી નથી. યોગીએ કહ્યુ કે, બંગાળમાં લવ જેહાદને અંજામ આપવામાં આવી રહ્યો છે. સરકાર તેને રોકી શકતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news