અડધી રાત્રે કોર્ટ ખોલાવનાર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનો આજે અંતિમ દિવસ

 સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાનો આવતીકાલે મંગળવારે રિટાયર્ટ થઈ રહ્યાં છે. જોકે, જસ્ટિસ મિશ્રાનો છેલ્લો દિવસ આજે સોમવારે રહેશે. કારણે કે, આવતીકાલે મંગળવારે ગાંધી જયંતીની રજા છે. 3 ઓક્ટોબર એટલે કે બુધવારે નવા જસ્ટિસ રંજન ગોગોઈ ચીફ જસ્ટિસ પદના શપથ લેશે. નિયમ મુજબ, ચીફ જસ્ટિસના છેલ્લા કાર્યકારી દિવસે નવા ચીફ જસ્ટિસ કોર્ટમાં બેસે તેવો નિયમ છે, તેથી આજે દિપક મિશ્રાની સાથે જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ ખાનવિલકર બેન્ચમાં હાજર રહેશે. 13 મહિના અને 6 દિવસોનો કાર્યકાળ સંભાળીને આજે દીપક મિશ્રા રિટાયર્ડ થઈ રહ્યાં છે ત્યારે તેમણે પોતાના કાર્યકાળમાં લીધેલા ઐતિહાસિક નિર્ણયો તથા વિવાદો વિશે તમને જણાવીશું.  
અડધી રાત્રે કોર્ટ ખોલાવનાર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનો આજે અંતિમ દિવસ

નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાનો આવતીકાલે મંગળવારે રિટાયર્ટ થઈ રહ્યાં છે. જોકે, જસ્ટિસ મિશ્રાનો છેલ્લો દિવસ આજે સોમવારે રહેશે. કારણે કે, આવતીકાલે મંગળવારે ગાંધી જયંતીની રજા છે. 3 ઓક્ટોબર એટલે કે બુધવારે નવા જસ્ટિસ રંજન ગોગોઈ ચીફ જસ્ટિસ પદના શપથ લેશે. નિયમ મુજબ, ચીફ જસ્ટિસના છેલ્લા કાર્યકારી દિવસે નવા ચીફ જસ્ટિસ કોર્ટમાં બેસે તેવો નિયમ છે, તેથી આજે દિપક મિશ્રાની સાથે જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ ખાનવિલકર બેન્ચમાં હાજર રહેશે. 13 મહિના અને 6 દિવસોનો કાર્યકાળ સંભાળીને આજે દીપક મિશ્રા રિટાયર્ડ થઈ રહ્યાં છે ત્યારે તેમણે પોતાના કાર્યકાળમાં લીધેલા ઐતિહાસિક નિર્ણયો તથા વિવાદો વિશે તમને જણાવીશું.  

અડધી રાત્રે કોર્ટ ખોલાવી હતી 
જસ્ટિસ દીપક મિશ્રાએ કર્ણાટકનું સંવિધાનિક સંકટ દૂર કરવા માટે અડધી રાત્રે કોર્ટ ખોલવાનો આદેશ પણ આપ્યો હતો. તેમજ મુંબઈ બોમ્બ બ્લાસ્ટના દોષી યાકૂબ મેમનની ફાંસીની સજા પર ચર્ચા માટે જ્યારે અડધી રાત્રે કોર્ટમાં સુનવણી થઈ તો જસ્ટિસ દીપક મિશ્રાની બેન્ચમાં જ મામલો પહોંચ્યો હતો. આખી રાત ચર્ચા ચાલ્યા બાદ જસ્ટિસ મિશ્રાએ નિર્ણય આપતા કહ્યું કે, યાકુબ મેમનની ફાંસીની સજા પર રોક નહિ લાગે. જેને પગલે યાકુબને સવારે ફાંસી અપાઈ હતી. 

296171-cji.jpg

આલોચના થનાર ચીફ જસ્ટિસ 
ન્યાયપાલિકાની અંદર અને બહાર અનેક ચેલેન્જિસનો સામનો કરનાર ચીફ જસ્ટિસ મિશ્રા હતા. તે પહેલા એવા ન્યાયાધીશ હતા, જેમને પદ પરથી હટાવવા માટે રાજ્યસભામાં સાંસદોએ સભાપતિ એમ.વૈકેયા નાયડુને અરજી આપી હતી. પરંતુ અન્ય આધારને કારણે વિપક્ષ આ મામલાના આગળ ચલાવવામાં અસફળ રહ્યું હતું. સુપ્રિમ કોર્ટના 4 જજોએ આ વર્ષે 12 જાન્યુઆરીના રોજ મીડિયાની સામે આવીને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કામગીરી પર સવાલો કર્યા હતા. વરિષ્ઠ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે.ચેલમેશ્વર, ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ મદન બી લોકુર અને ન્યાયમૂર્તિ જસ્ટિસ કુરિયન જોસેફે આ પગલુ તેમની વિરુદ્ઘ ભર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ કરીને તેમના પર સવાલો કર્યા હતા. જસ્ટિસ દીપક મિશ્રા પર સુપ્રિમ કોર્ટે રોસ્ટર સિસ્ટમને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો હતો. જસ્ટિસ દીપક મિશ્રા પર તેમની વકીલાતના શરૂઆતના દિવસોમાં એક ખોટું શપથ પત્ર આપીને ઓરિસ્સા સરકાર પાસેથી જમીન વગરના ખેડૂતો માટે એક યોજના અંતર્ગત જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો હતો. વરિષ્ઠ વકીલ અને પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણે દીપક મિશ્રા પર આરોપ લગાવ્યો હતો કે, તેમનું નામ અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલિખો પુલની સ્યુસાઈડ નોટમાં હતું. 

212855-chi.jpg

આ નિર્ણયો લેવા માટે પ્રખ્યાત છે જસ્ટિસ દીપક મિશ્રા

  •  ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી પાંચ જજોની બેન્ચે આધાર કાર્ડના સંવિધાનિક અધિકારને યથાવત રાખ્યો હતો. આ નિર્ણય હજી ગત અઠવાડિયે જ આવ્યો હતો.
  •  કેરળના સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશવા અનુમતિ અપાવી.
  •  એડલ્ટ્રી એટલે કે લગ્નેત્તર સંબંધોને ક્રાઈમની કેટેગરીમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો અને તેને સાથે જોડાયેલ આઈપીસી ધારા 497ને અસંવિધાનિક ગણાવી.
  •  અયોધ્યા કેસમાં મસ્જિદમાં નમાજ પઢવી ઈસ્લામનો અભિન્ન અંગ છે, આ વિશે 1994ના નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે સંવિધાનિક બેન્ચને મોકલવાનો ઈન્કાર કર્યો.
  • પાંચ વર્ષ કે તેથી વધુ સજાના મામલે આરોપ નક્કી થયા બાદ નેતાઓના ઈલેક્શન લડવા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો.
  •  દીપક મિશ્રાની આગેવાનીવાળી પીઠે એ અરજીને નકારી કાઢી જેમાં કહ્યું હતં કે, સાંસદો અને ધારાસભ્યોને દેશભરની અદાલતોમાં વકીલ તરીકેની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
  •  એસસી-એસટી સાથે જોડાયેલ લોકોને સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં આરક્ષણનો રસ્તો ખુલ્લો કર્યો.
  •  ભીમા કોરેગાંવ હિંસા મામલે 5 એક્ટિવિસ્ટ્સને રાહત ન મળી.
  •  દહેજ પીડા મામલે પતિ અને તેના પરિવારજનોને તરત ધરપકડથી મળેલા સેફગાર્ડને નાબૂદ કરી દીધું. 
  •  મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ શરૂ થતા પહેલા સ્ક્રીન પર લહેરાતા ત્રિરંગા સાથે રાષ્ટ્રગીત વાગે તો બધાએ સન્માન આપવું. તેમનો આ નિર્ણય પણ યાદગાર છે. 

તમને જણાવી દઈએ કે, જસ્ટિસ દીપક મિશ્રા સાહિત્ય તેમજ ધર્મગ્રંથોનું બહુ જ ઉમદા જ્ઞાન ધરાવે છે. તેમના અનેક નિર્ણયોમાં તેમનું આ જ્ઞાન ઝળકાઈ આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news