પ્રિયંકાની રાજકીય એન્ટ્રીની સાથે જ UPમાં લાગ્યા પોસ્ટર 'INDIRA IS BACK'
પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં પ્રવેશની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જાણે કે નવા પ્રાણ ફૂંકાઈ ગયા છે, ઉત્તરપ્રદેશમાં તો પ્રિયંકા ગાંધીના સ્વાગતમાં પોસ્ટરો પણ લાગી ગયા છે
Trending Photos
લખનઉઃ લાંબા સમયથી કોંગ્રેસના કાર્યકર્તાઓ જે માગ કરી રહ્યા હતા તેને પાર્ટીએ ઘણા સમય બાદ સાકાર કરી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસ પક્ષના મહામંત્રી બનાવાયા છે. લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને તેમને પૂર્વ ઉત્તરપ્રદેશનો પ્રભાર સોંપાયો છે. છેલ્લા અનેક વર્ષથી પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં પ્રવેશના અનુમાન લાગતા હતા, પરંતુ દરેક વખત કોંગ્રેસના કાર્યકર્તાઓને નિરાશા મળતી હતી.
બુધવારે 23 જાન્યુઆરીના રોજ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહામંત્રી બનાવાની સાથે જ જાણે કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકાઈ ગયા છે. આ જાહેરાતની સાથે જ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર "INDIRA IS BACK"ના પોસ્ટર લાગી ગયા છે. આ પોસ્ટરોમાં પ્રિયંકા ગાંધીને માં દુર્ગા અને ઈન્દિરા ગાંધીની સાથે દર્શાવામાં આવ્યાં છે.
પોસ્ટરમાં લખ્યું છે કે, 'ઉત્તર પ્રદેશમાં ભ્રષ્ટાચાર સ્વરૂપી અસુરોનો સંહાર કરવા માટે માં દુર્ગાનો અવતાર માનનીય પ્રિયંકા ગાંધીજીને ઉત્તર પ્રદેશનો પ્રભાર આપવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજીનો કોટિ-કોટિ ધન્યવાદ.'
આ અંગે પક્ષના મહામંત્રી અશોક ગેહલોત તરફથી આપવામાં આવેલી એક પ્રેસનોટમાં લખ્યું છે કે, 'કોંગ્રેસ અધ્યક્ષે પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ ઉત્તરપ્રદેશના મહામંત્રી બનાવ્યા છે. તેઓ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પદ સંભાળશે.'
કોંગ્રેસની આ પ્રેસનોટ અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા વેણુ ગોપાલને પણ પક્ષના મહામંત્રી બનાવાયા છે. તેઓ કર્ણાટકના પ્રભારી બન્યા રહેશે. જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ યુપીનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. ગુલામ નબી આઝાદ પાસેથી ઉત્તરપ્રદેશનો પ્રભાર પાછો ખેંચીને હરિયાણાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે