CAA મુદ્દે ભારતભરમાં હોબાળો, મંગલોરમાં 2 અને લખનઉમાં 1 પ્રદર્શનકારીનું મોત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગુરૂવારે હિંસક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. પ્રદર્શનકારીએ પોલીસ ચોકીઓ પર હુમલો કર્યો હતો, સાથે જ મીડિયાકર્મીઓની ગાડીઓને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન ભીડની હિંસાને રોકવા માટે પોલીસ કાર્યવાહીમાં ઘાયલ એક પ્રદર્શનકારીનું મોત નિપજ્યું છે.

CAA મુદ્દે ભારતભરમાં હોબાળો, મંગલોરમાં 2 અને લખનઉમાં 1 પ્રદર્શનકારીનું મોત

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગુરૂવારે હિંસક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. પ્રદર્શનકારીએ પોલીસ ચોકીઓ પર હુમલો કર્યો હતો, સાથે જ મીડિયાકર્મીઓની ગાડીઓને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન ભીડની હિંસાને રોકવા માટે પોલીસ કાર્યવાહીમાં ઘાયલ એક પ્રદર્શનકારીનું મોત નિપજ્યું છે. પોલીસે હજુ સુધી પુષ્ટિ કરી નથી મોત ફાયરિંગના લીધે થયું છે કે નહી. મોતને ભેટેલા વ્યક્તિનું નામ મોહમંદ વકીલ છે. પ્રદર્શનકારી યુવકના પેટમાં ગોળી વાગી હતી. લખનઉના ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. હુસૈનાબાદમાં બબાલ દરમિયાન ચાલેલી ગોળીમાં તેનું મોત નિપજ્યું હતું. યુવક સજ્જાદ બાગનો રહેવાસી હતો. 

પ્રદેશના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે શહેરમાં પરિસ્થિતિ સમાન્ય છે. પ્રદર્શનકારી જ્યાં એકઠા થયા હતા ત્યાં કેટલીક ઘટનાઓ સામે આવી છે. પ્રદર્શનકારીઓએ પથ્થરબાજી અને મીડિયાની ગાડીઓને સળગાવી, આ દરમિયાન ટિયર ગેસના ગોળા છોડવામાં આવ્યા. સ્થિતિ હવે સામાન્ય છે. પોલીસ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે કાયદો તોડનાર પર કાર્યવાહી થશે. અમે પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. 

કર્ણાટકના મંગલોરમાં બે પ્રદર્શનકારીના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ મંગલોરમાં શુક્રવારે સ્કૂલ અને કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. મંગલોર પોલીસ કમિશ્નર ડો. હર્ષાએ મોતની પુષ્ટિ કરી છે. મૃતકોના નામ જલ્લીલ (49) અને નૌસીન (23) છે. આ પહેલાં પોલીસ કમિશ્નરે કહ્યું કે પ્રદર્શનકારીઓ પોલીસે સ્ટેશન પર હુમલો કર્યો અને આગ લગાવી દીધીહ અતી. અંતે પોલીસે પણ કાર્યવાહી કરી હતી. પહેલાં હવામાં ગોળી ચલાવી હતી. ત્યારબાદ પ્રદર્શનકારી હુમલો કરતા રહ્યા. 

આ હુમલામાં રંજીત સિંહ નામના પોલીસકર્મીને ગોળી વાગી હતી. રંજીત સિંહને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હિંસક પ્રદર્શનમાં લખનઉ પોલીસના પીઆરઓ અને એસપીને ઇજા પહોંચી છે. એડીજી લખનઉ રેંજ અને આઇજીને સામાન્ય ઇજા પહોંચી છે. 

જોકે લખનઉના પરિવર્તન ચોક પર કોંગ્રેસ, વામપંથી દળોના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ અજય લલ્લૂ અને ઘણા અન્ય કાર્યકર્તાઓની પોલીસ ધરપકડ કરી છે. અહીં પ્રદર્શન દરમિયાન પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે લાકડીઓ વરસાવી હતી, જેમાં ઘણા લોકો ઇજા પહોંચી હતી. પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં એસપી ટ્રાફિક સાથે ડઝનો પોલીસકર્મી ઘાયલ થયા છે. 

ડાલીગંજ વિસ્તારમાં નાગરિકતા એક્ટના વિરોધમાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો અને તોડફોડ કરી. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ઠાકુરગંજમાં પણ ગોળીબારી થઇ છે. પ્રદર્શન દરમિયાન બે પોલીસ ચોકીઓને પણ નિશાન બનાવવામાં આવી હતી. ખદરા વિસ્તારમાં તોડફોડ અને આગચંપી થઇ અને ઉપદ્વવીઓએ ઘણી ગાડીઓમાં આગ લગાવી દીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news