જેમના પૂર્વજ રાક્ષસ હતાં, તેઓ જ ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઊભો કરાવી રહ્યાં છે : વસીમ રિઝવી
Trending Photos
લખનઉ: ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ શુક્રવારે બાબરી મસ્જિદના પક્ષકારો પર નિશાન સાધ્યું. વસીમ રિઝવીએ કહ્યું કે બાબરી મસ્જિદના પક્ષકારોને પાકિસ્તાનના આતંકી સંગઠનોથી ફંડિંગ થાય છે. તેમણે કહ્યું કે આ ફિંડિંગથી અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને પૈસા અપાયા છે. આથી તેઓ કોર્ટમાં એજ બોલશે જે તેમને કહેવામાં આવ્યું છે.
જુઓ LIVE TV
વસીમ રિઝવીએ કહ્યું કે ભગવાન શ્રીરામના અસ્તિત્વ પર આજે એ લોકો જ સવાલ ઊભો કરાવી રહ્યાં છે જેમના પોતાના પૂર્વજ એક સમયે રાક્ષસ હતાં. તેમણે કહ્યું કે જે રાક્ષસોનો વધ શ્રી રામે કર્યો હતો તેમના જ સંતાનો આજે ભગવાન શ્રીરામને નકારી રહ્યાં છે. રિઝવીએ કહ્યું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલી ઈમારત ક્યારેય એક કાયદેસર મસ્જિદ નહતી. તે ઈમારત મુઘલોનો એક ગુનો હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે