Watch Video: બેંગલુરુમાં રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેંકાઈ
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત હાલ કર્ણાટક પ્રવાસે છે. આ દરમિયાન રાજ્યના પાટનગર બેંગલુરુમાં તેમના પર કાળી શાહી ફેંકાઈ. વીડિયોમાં તેમના મોઢા પર શાહી સ્પષ્ટપણે જોવા મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત હાલ કર્ણાટક પ્રવાસે છે. આ દરમિયાન રાજ્યના પાટનગર બેંગલુરુમાં ગાંધી ભવનમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે તેમના પર કાળી શાહી ફેંકાઈ. વીડિયોમાં તેમના મોઢા પર શાહી સ્પષ્ટપણે જોવા મળી શકે છે. પોલીસે શાહી ફેંકનારા વ્યક્તિની ધરપકડ કરી છે.
રાકેશ ટિકૈત પર બેંગલુરુ પ્રેસ ક્લબના ગાંધી ભવનમાં કાળી શાહી ફેંકવામાં આવી. અહીં ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ બધા વચ્ચે એક વ્યક્તિએ આવીને તેમના પર કાળી શાહી નાખી દીધી. આ બંને કિસાન નેતાઓ એક લોકલ ચેનલના સ્ટિંગ ઓપરેશનના વીડિયો પર સ્પષ્ટતા કરવા માટે આવ્યા હતા. આ ઘટના ઘટ્યા બાદ માહોલ ગરમાઈ ગયો. એક વ્યક્તિએ કિસાન નેતા પર શાહી ફેંક્યા બાદ ત્યાં ખુરશીઓ રમણભમણ કરવાનું શરૂ કરી દીધુ. પ્રેસ કોન્ફરન્સ હોલમાં હંગામો મચાવનારા અને રાકેશ ટિકૈત સાથે ગેરવર્તણૂંક કરનારા કેટલાક લોકોને પોલીસે તરત અટકમાં લઈ લીધા.
#WATCH Black ink thrown at Bhartiya Kisan Union leader Rakesh Tikait at an event in Bengaluru, Karnataka pic.twitter.com/HCmXGU7XtT
— ANI (@ANI) May 30, 2022
આ સમગ્ર મામલે એવું કહેવાઈ રહ્યું છે કે આ લોકો કિસાન નેતા કોડિહલ્લી ચંદ્રશેખરના સમર્થક હોઈ શકે છે. કોડિહલ્લી ચંદ્રશેખર વિરુદ્ધ એક ખાનગી ચેનલે હાલમાં જ એક સ્ટિંગ ઓપરેશન કરીને એ વાતનો દાવો કર્યો હતો કે ખેડૂત આંદોલનના નામે ચંદ્રશેખર પૈસા ઉઘરાવે છે. આ સ્ટિંગ ઓપરેશનમાં ચંદ્રશેખરે કથિત રીતે કિસાન નેતા યુદ્ધવીર સિંહનું નામ લીધુ હતું. જેના પર સ્પષ્ટતા કરવા માટે રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ બેંગલુરુ આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે કોડિહલ્લી ચંદ્રશેખરના આરોપ નિરાધાર છે તેમને ચંદ્રશેખર સાથે કોઈ લેવાદેવા નથી.
તેમના જણાવ્યાં મુજબ દેશવ્યાપી ખેડૂત આંદોલન દરમિયાન ચંદ્રશેખરની શંકાસ્પદ બેકગ્રાઉન્ડ વિશે જાણવા મળતા તેમણે તેને આંદોલનથી અલગ કર્યો હતો. ચંદ્રશેખરના કથિત સમર્થકો અહીં આવ્યા અને હંગામો કરવાનો શરૂ કરી દીધો. જેમાંથી એકે રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેંકી. આ બાજુ રાકેશ ટિકૈતે આ સમગ્ર મામલે ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે તેમની સાથે થયેલી ગેરવર્તણૂંક બદલ ભાજપ સરકાર જવાબદાર છે. સરકારની મિલિભગતથી આવું થઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે