West Bengal: બંગાળમાં ભાજપના બે ધારાસભ્યોએ આપ્યા રાજીનામા, આપ્યું આ કારણ
બંગાળ વિધાનસભામાં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ સાંસદ નિશીથ પ્રામાણિક (Nishith Pramanik) એ કહ્યુ કે, તેમણે માત્ર પાર્ટી નેતૃત્વના આદેશોનું પાલન કર્યુ છે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપના બે સાંસદોએ ધારાસભ્યો પદેથી રાજીનામુ આપી દીધુ છે. બન્ને સાંસદ જગન્નાથ સરકાર (Jagannath Sarkar) અને નિશીથ પ્રામાણિક (Nishith Pramanik) બુધવારે વિધાનસભા ભવન પહોંચ્યા અને સ્પીકરને પોતાનું રાજીનામુ સોંપી દીધુ છે.
બંગાળ વિધાનસભામાં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ સાંસદ નિશીથ પ્રામાણિક (Nishith Pramanik) એ કહ્યુ કે, તેમણે માત્ર પાર્ટી નેતૃત્વના આદેશોનું પાલન કર્યુ છે. પાર્ટીએ તે નિર્ણય લીધો કે અમે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દઈએ તો આજે સ્પીકરને રાજીનામાનો પત્ર સોંપી દીધો છે.
We have followed the party's decision. Party has decided that we should resign from our assembly seats, says bJP MP Nisith Pramanik pic.twitter.com/tVoOPGYcQ6
— ANI (@ANI) May 12, 2021
તો ભાજપના ધારાસભ્યોએ રાજીનામા આવ્યા બાદ બંગાળની સત્તામાં રહેલી ટીએમસીએ કટાક્ષ કર્યો છે. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે, ભાજપે બંગાળ ચૂંટણીમાં પોતાના 4 લોકસભા અને એક રાજ્યસભા સાંસદને મેદાનમાં ઉતાર્યા હતા. તેમાંથી 3 ચૂંટણી હાર્યા અને બે જીત્યા. આ જીતેલા સાંસદોએ પણ આજે રાજીનામુ આપી દીધુ છે. દુનિયાની મોટી પાર્ટીએ ચૂંટણીમાં શૂન્ય હાસિલ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે