Bengal: રાજ્યપાલ જગદીપ ધનખડને મળ્યા મમતા બેનર્જી, 5 મેએ લેશે મુખ્યમંત્રી પદના શપથ

પશ્ચિમ બંગાળમાં જીત મેળવ્યા બાદ મમતા બેનર્જીએ નવી સરકાર બનાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમણે આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામુ સોંપી દીધું છે. 
 

Bengal: રાજ્યપાલ જગદીપ ધનખડને મળ્યા મમતા બેનર્જી, 5 મેએ લેશે મુખ્યમંત્રી પદના શપથ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ઐતિહાસિક જીત હાસિલ કરી છે. ત્યારબાગ આજે ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલે તેમને મુખ્યમંત્રી પદના શપથ માટે આમંત્રણ આપ્યુ છે. 

રાજ્યપાલે ટ્વીટ કરી કહ્યુ કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાનું રાજીનામું સોપ્યું. રાજ્યપાલે તેમને અને હાલની મંત્રી પરિષદની વૈકલ્પિક વ્યવસ્થા થવા સુધી પત પર બન્યા રહેવાની વિનંતી કરી છે. 

મમતા બેનર્જી પાંચ મેએ સવારે 10.45 કલાકે ત્રીજીવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરશે. કોરોનાને કારણે શપથ સમારોહ સાદો હશે. 

She has been requested to continue till alternative arrangements are made. pic.twitter.com/ipJ48smN41

— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 3, 2021

ટીએમસી મહાસચિવ પાર્થ ચેટર્જીએ કહ્યુ કે, નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ બેઠકમાં મમતા બેનર્જીને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા ચૂંટ્યા છે. ટીએમસી ધારાસભ્યોએ હાલ વિધાનસભા અધ્યક્ષ વિમાન બેનર્જીને નવી વિધાનસભાના કાર્યવાહક અધ્યક્ષ પણ બનાવ્યા છે. 

તેમણે ધારાસભ્યોની બેઠક બાદ પાર્ટી મુખ્યાલયમાં પત્રકારોને કહ્યુ- નવા ચૂંટાયેલા ધારાસભ્યો છ મેએ વિધાનસભામાં શપથ લેશે. 

પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ઐતિહાસિક જીત મેળવી છે. કુલ 292 સીટો પર યોજાયેલી ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ 213 સીટ પર જીત હાસિલ કીર છે. તો ભાજપને 77 બેઠકો મળી છે. બે સીટો અન્યના ખાતામાં ગઈ છે. 

પશ્ચિમ બંગાળમાં દાયકાઓ સુધી શાસન કરનાર વામ મોર્ચા અને કોંગ્રેસ ખાતુ ખોલાવી શક્યા નથી. આઈએસએફની સાથે તેના ગઠબંધનને આઠ ટકા કરતા ઓછા મત મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news