CBIvsPolice: દેશના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ દ્વારા પુછપરછ માટે CBI અધિકારીઓને કસ્ટડીમાં લેવાયા
Trending Photos
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં રવિવારે તે સમયે અભૂતપુર્વ સ્થિતી બની ગઇ, જ્યારે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પુછપરછ કરવા સીબીઆઇની ટીમને રાજ્ય પોલીસે કસ્ટડીમાં લઇ લીધા. ત્યાર બાદ સીબીઆઇની ટીમને કસ્ટડીમાં લઇને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. આ મુદ્દો શારદા ચીટ ફંડ સાથે સંકળાયેલો છે. આ મુદ્દે સંબંધિત કેટલીક ફાઇલો ગુમ હતી. એટલા માટે સીબીઆઇ રાજીવ કુમારની પુછપરછ કરી રહી હતી. ત્યાર બાદ સીબીઆઇ અધિકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ઇતિહાસમાં આ પહેલીવાર થયું છે જ્યારે, પોલીસે સીબીઆઇ અધિકારીઓની જ ધરપકડ કરવામાં આવી હોય. કહેવાઇ તો તેમ પણ રહ્યું છે કે ઘટના સ્થળ પર પોલીસ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. કહેવાઇ રહ્યું છે કે, પોલીસે કોલકાતામાં સીબીઆઇ ઓફીસ પર કબ્જો કરી લીધો છે. બીજી તરફ હાઇપ્રોફાઇલ ડ્રામા ચાલી રહ્યો હતો. તે સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોલીસ કમિશ્નરને મળવા માટે પહોંચી ગયા. સુત્રો અનુસાર જ્યારે સીબીઆઇ અધિકારી પોલીસ કમિશ્નરની પુછપરછ કરવા માટે પહોંચ્યા તો પોલીસ સાથે તેમની સામાન્ય ધોલ ધપાટ થઇ હતી.
West Bengal: Police detains the CBI team which had reached the residence of Kolkata Police Commissioner Rajeev Kumar. The team has now been taken to a police station. pic.twitter.com/YXJJ3d11LL
— ANI (@ANI) February 3, 2019
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ સરકારે સૌથી પહેલા પ્રતિબંધ લગાવ્યો હતો કે તેમના રાજ્યમાં સીબીઆઇ પરવાનગી વગર કોઇ પગલા નહી લે. હવે ભાજપ સવાલ ઉઠાવી રહ્યું છે કે, મમતા બેનર્જી આખરે સીબીઆઇથી શા માટે ગભરાઇ રહ્યા છે ? મીડિયા રિપોર્ટ અનુસાર પુછપરછ માટે આવેલા અધિકારીઓનાં ડ્રાઇવરને સૌથી પહેલા ત્યાંથી હટાવી દેવાયો. ત્યાર બાદ પોલીસે એક પછી એક તમામ અધિકારીઓને પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતા.
West Bengal: Police force of Bidhannagar police is present outside the CBI regional office at CGO Complex, Kolkata. pic.twitter.com/qfm5VFgZSy
— ANI (@ANI) February 3, 2019
ભાજપ મહિલા મોર્ચાના અધ્યક્ષ લોકેટ ચેટર્જીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઇક ચાલુ થઇ ચુકી છે. તેમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચુક્યું છે. બીજી તરફ મમતા બેનર્જીએ કહ્યું કે, રાજીવ કુમાર એક સારા અધિકારી છે. તેમની ઇમાનદારી પર સવાલો ઉઠાવી શકાય નહી. વિદ્યાનગર પોલીસે સીબીઆઇની સ્થાનિક ઓફીસને ઘેરી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે