પાકિસ્તાનની જીત પર છાકટા બની એલફેલ બોલનારા Pak મંત્રીને ભારતના મુસલમાને આપ્યો જવાબ
ટી20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની જીતને ઈસ્લામની જીત ગણાવનારા પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમિન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જડબાતોડ જવાબ આપ્યો.
Trending Photos
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની જીતને ઈસ્લામની જીત ગણાવનારા પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમિન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જડબાતોડ જવાબ આપ્યો. ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ મળેલી પહેલી જીતને ઈસ્લામની જીત ગણાવવા બદલ આશ્ચર્ય વ્યક્ત કરતા અસદુદ્દીન ઓવૈસીએ પૂછ્યું કે આખરે ઈસ્લામને ક્રિકેટ મેચ સાથે શું લેવા દેવા. તેમણે ઈમરાન ખાન સરકારના મંત્રી શેખ રશીદને પાગલ લગાવ્યા અને કહ્યું કે આ પાડોશીઓને કઈ ખબર પડતી નથી.
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક જનસભાને સંબોધતા ઓવૈસીએ કહ્યું કે 'આપણા પાડોશી દેશના એક મંત્રી છે, પાગલ છે બિચારા. પાગલ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની જીત ઈસ્લામની જીત છે. પરંતુ પાડોશી દેશને કઈ ખબર પડતી નથી. આખરે ઈસ્લામને ક્રિકેટ મેચ સાથે શું લેવાદેવા. અલ્લાહનો આભાર છે કે આપણા વડીલો ત્યાં ન ગયા (પાકિસ્તાન), નહીં તો આ પાગલોને આપણે જોવા પડત.'
વાત જાણે એમ છે કે ટી20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડ મુકાબલામાં પાકિસ્તાને રવિવારે ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવીને ખળભળાટ મચાવી દીધો. પાકિસ્તાનને વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતને હરાવવામાં સફળતા મળી. જેને લઈને ગૃહમંત્રી શેખ રશીદ ખુશીના કારણે જાણે પાગલ થઈ ગયા.
"A minister of our neighbouring country said that Pakistan's win against India in the #T20WorldCup match was a victory for Islam...What does Islam have to do with cricket matches?": AIMIM chief Asaduddin Owaisi in Muzaffarnagar (27.10) pic.twitter.com/MV8Qz15ci8
— ANI UP (@ANINewsUP) October 27, 2021
આ અંદાજમાં ટીમને આપી શુભેચ્છા
વિશ્વ કપમાં ભારત વિરુદ્ધ પહેલી જીત પર પાકિસ્તાની ગૃહમંત્રી શેખ રશીદે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો. પોતાના આ મેસેજમાં ભારતીય મુસલમાનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારતના મુસલમાનોની લાગણી પણ પાકિસ્તાન ટીમ સાથે હતી. રશીદે એક મિનિટ અને 11 સેકન્ડનો વીડિયો અપલોડ કરીને પોતાની ટીમને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે ભારત સહિત દુનિયાભરના મુસ્લિમોની લાગણી પાકિસ્તાની ટીમ સાથે હતી.
વધુ પડતું બોલી ગયા રશીદ
શેખ રશીદે કહ્યું કે હું પાકિસ્તાનની કોમને જીત પર શુભેચ્છા પાઠવું છું. જે પ્રકારે ટીમે હાર આપી છે તેને સલામ કરુ છું. આજે પાકિસ્તાને પોતાનો દમ દેખાડ્યો છે. મને અફસોસ છે કે આ પહેલી ભારત-પાકિસ્તાન મેચ છે જેને હું કોમી જવાબદારીઓના કારણે ગ્રાઉન્ડ પર જઈ જોઈ શક્યો નહીં. પરંતુ મે તમામ ટ્રાફિકને કહી દીધુ છે કે કન્ટેનર હટાવી દે જેથી કરીને લોકો ઉજવણી કરી શકે. પાકિસ્તાનની ટીમ અને કોમને આ જીત મુબારક, આજે આપણી ફાઈનલ હતી. હિન્દુસ્તાન સહિત દુનિયાના તમામ મુસલમાનોની લાહગણી પાકિસ્તાની ટીમ સાથે હતી. ઈસ્લામને ફતેહ મુબારક.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે