પતિને દહેજમાં મળેલા ઘરેણાં પર કેરળ હાઈકોર્ટે શું કહ્યું, જાણો શું છે દહેજ નિષેધ અધિનિયમની કલમ 7
Kerala High Court : કેરળ હાઈકોર્ટે મંગળવારે પોતાના એક આદેશમાં કહ્યું કે પત્નીના નામ પર લોકરમાં રાખવામાં આવેલા સોનાના ઘરેણાને પતિ કે પતિના પરિવારને આપી શકાય નહીં. અને છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન તેની વસૂલી પણ કરી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે એક પરિવારની અરજી પર પોતાનો નિર્ણય આપ્યો. અરજીમાં દહેજના પૈસા અને સોનાના ઘરેણાને પાછા લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Trending Photos
Kerala High Court : કેરળ હાઈકોર્ટે મંગળવારે પોતાના એક આદેશમાં કહ્યું કે પત્નીના નામ પર લોકરમાં રાખવામાં આવેલા સોનાના ઘરેણાને પતિ કે પતિના પરિવારને આપી શકાય નહીં. અને છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન તેની વસૂલી પણ કરી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે એક પરિવારની અરજી પર પોતાનો નિર્ણય આપ્યો. અરજીમાં દહેજના પૈસા અને સોનાના ઘરેણાને પાછા લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે પોતાના પતિને લગ્ન સમયે પૈસા અને ઘરેણા આપ્યા હતા.
અરજીમાં શું હતું:
અરજી કરનાર પત્નીએ જણાવ્યું કે તેના લગ્ન 2002માં થયા હતા. પત્નીએ કહ્યું કે સગાઈના દિવસે તેના પતિને 5 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. જ્યારે લગ્નના સમયે 100 તોલા સોનાના ઘરેણા આપવામાં આવ્યા હતા. સાથે જ પત્નીના નામ પર લોકર બુક કરવા માટે 1 લાખ રૂપિયા પણ પતિને આપવામાં આવ્યા હતા. મહિલાએ દાવો કર્યો કે મારા પિતાએ પતિને 2 લાખ રૂપિયા આપ્યા જેથી તે મારા નામ પર પોતાનું ઘર ખરીદી શકે.
આ પણ વાંયો:
CBSE Exam આજથી, 26 રાજ્યમાં 38 લાખ બાળકો 191 વિષયની પરીક્ષા આપશે
સૌરવ ગાંગુલી VS વિરાટ કોહલી: કેપ્ટનશિપ છીનવવામાં કોની હતી સૌથી મોટી ભૂમિકા?
Viral Video: મહિલા ક્રિકેટ જગતની નવી સનસની બનીને ઉભરી રાજસ્થાનની Mumal Meher
કેરળ હાઈકોર્ટની એક પીઠ જેમા ન્યાયમૂર્તિ અનિલ કે નરેન્દ્રન અને ન્યાયમૂર્તિ પી જી અજિત કુમારનો સમાવેશ થતો હતો. તેમણે કહ્યું કે આ વાતના પૂરવા પૂરવાના અભાવમાં લગ્નના સમયે પત્નીને આપવામાં આવેલ સોનાના ઘરેણા તેના પતિ કે સાસરી પક્ષને સોંપવામાં આવ્યા હતા. તો આ કાયદા અંતર્ગત તેને દહેજ રોકથામ અધિનિયમ 1961 અંતર્ગત પાછા મેળવવા શક્ય નહીં બને.
શું છે દહેજ નિષેધ અધિનિયમની કલમ 7:
હાઈકોર્ટની સામે જે મુખ્ય સવાલ સામે આવ્યો અને તે હતો દહેજના પૈસા અને સોનાના ઘરેણાને પાછા લઈ શકાય કે નહીં. આવું એટલા માટે કેમ કે 1961ના દહેજ નિષેધ અધિનિયમની કલમ 7 કહે છે કે દહેજ દેવું કે પ્રાપ્ત કરવું ગેરકાયદેસર છે. કોર્ટે પહેલાં આ સવાલ પર વિચાર કર્યો કે શું દહેજના રૂપમાં આપવામાં આવેલ પૈસા કે સોનાના ઘરેણાની વસૂલી માટે ડિક્રી માગી શકાય છે. કેમ કે કાયદા દ્વારા નિષેધ હોવાથી આવી લેવડ-દેવડ શૂન્ય હશે. દહેજ નિષેધ અધિનિયમની કલમ 7 પ્રમાણે દહેજ લેવું કે આપવું પ્રતિબંધિત છે. અધિનિયમની કલમ 6 પ્રમાણે દહેજ લેનારાની જવાબદારી છે કે તે તેને લાભાર્થીને પરત કરી શકે. કોર્ટે જોયું કે અધિનિયમની કલમ 6નો ઉદ્દેશ્ય મહિલાને દહેજમાં સંબંધિત વ્યક્તિને સોંપવામાં આવેલ ઘન કે આભૂષણોની વસૂલી માટે સક્ષમ બનાવવાનો હતો.
આ પણ વાંયો:
જસપ્રીત બુમરાહનું સૌથી મોટું જુઠ્ઠાણુ સામે આવ્યું, ZEE News ના ખુલાસાથી મચી સનસની
રાશિફળ 15 ફેબ્રુઆરી: ગ્રહોનો વિશેષ સંયોગ આ જાતકોને કરાવશે ખુબ લાભ
Zee News પર સૌથી મોટો ખુલાસો, ગુપ્ત કેમેરા વડે ઉઘાડા પડ્યા BCCI ના રાજ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે