Dr Guleria Omicron News: દેશમાં ફરી વધી રહ્યાં છે કોરોના કેસ, AIIMS ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યુ- ભૂલથી પણ ન કરો આ ભૂલ

AIIMS ચીફ રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોના  (Corona Omicron News In India) સામે લડવા માટે વેક્સીનેશન ખુબ જરૂરી છે. માસ્ક લગાવો અને ભીડથી બચીને રહેવાનું છે. બધાએ સાવચેત રહેવાની જરૂર છે. 

Dr Guleria Omicron News: દેશમાં ફરી વધી રહ્યાં છે કોરોના કેસ, AIIMS ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યુ- ભૂલથી પણ ન કરો આ ભૂલ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની વધી રહેલી ગતિ વચ્ચે એમ્સના ચીફ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે ડરવાની જરૂર નથી. કોરોનાના નવા વેરિએન્ટની અસર એટલી નથી આ હળવી બીમારી છે. AIIMS ચીફ ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ કે વેક્સીનેશન ખુબ જરૂરી છે. માસ્ક લગાવીને રાખો અને ભીડથી બચીને રહેવાનું છે. હળવી બીમારી છે પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. 

આ પહેલા ગુલેરિયાએ કહ્યુ હતુ કે આ વર્ષે આપણા લોકોમાં પ્રાકૃતિક ઇમ્યુનિટી કે વેક્સીનને કારણે ઇમ્યુનિટી ખુબ વધારે છે. વેક્સીન ઘણા લોકોને લાગી ચુકી છે અને તેના કારણે આપણી સ્થિતિ ઇમ્યુનિટીને લઈને ખુબ સારી છે. સાથે આપણી તૈયારી પણ સારી છે, ભલે આપણે કોવિડ સેન્ટર-હોસ્પિટલની વાત કરીએ, ઓક્સીજન કે આઈસીયૂની વાત કરીએ તેની તૈયારી પણ કરવામાં આવી છે. 

કોરોના સામે લડવાના બે હથિયાર
તેમણે કહ્યું કે, તે સમજવુ જરૂરી છે કે આપણે કોવિડ નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો વેક્સીન લગાવવાનો વારો આવે એટલે ભલે તે પ્રથમ ડોઝ હોય કે બીજો, આપણે તેને જરૂર લગાવવો જોઈએ કારણ કે આ બે હથિયાર છે, જેથી આપણે સંક્રમણને રોકી શકીએ અને બીમારીની ગંભીરતાને ઓછી કરી શકીએ છીએ. 

ઓમિક્રોન પર કહ્યુ- ડરવાની જરૂર નથી
ડો. ગુલેરિયાએ કહ્યુ કે જો નવો વેરિએન્ટ ઓમિક્રોન આવ્યો છે, તેમાં આપણે જોયું છે કે તે હળવી બીમારી છે, ફેફસામાં વધુ નથી અને તેના લક્ષણમાં તાવ, શરદી, શરીરમાં દુખાવો અને ઉધરસ રહે છે તેથી ડરવાની કોઈ વાત નથી. પરંતુ હું બધાને કહેવા ઈચ્છીશ કે વસ્તુ ભેગી ન કરો... દવા કે ઓક્સીજન.. તેની કોઈ જરૂર નથી. 

કોરોનાના નવા 90 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 90,928 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 3,51,09,286 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 325 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,82,876 થઈ ગયો છે. હાલ દેશમાં 2,85,401 દર્દીઓ સારવાર હેઠળ છે. 

ઓમિક્રોનના કેસ 2,630 થયા
ઓમિક્રોનના વધતા કેસે પણ દેશની ચિંતા વધારી છે. ખુબ ચેપી ગણાતા ઓમિક્રોન વેરિએન્ટના દર્દીઓ વધીને 2,630 થયા છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 995 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. કોરોનાનો આ વેરિએન્ટ હવે 26 રાજ્યો સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 797 કેસ, દિલ્હીમાં 465 કેસ નોંધાયા છે. ઓમિક્રોનનું જોખમ જોતા કેન્દ્ર સરકારે પણ રાજ્યોને તાકીદે પગલાં લેવા જણાવ્યું છે. વિભિન્ન રાજ્ય સરકારોએ કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે નાઈટ કરફ્યૂ, વીકેન્ડ કરફ્યૂ જેવા પ્રતિબંધો લાગૂ કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news