સંસદથી લઈ ફેસબુક હેડ ક્વાર્ટરમાં જોવા મળ્યો PMનો ઈમોશનલ અવતાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂઆતથી જ એક પ્રખર વક્તા માનવામાં આવે છે. પ્રધાનમંત્રી બન્યા પછી તેમની સાથે જોડાયેલ તમામ વસ્તુઓ ચર્ચામાં છે. તેમની હેર સ્ટાઈલ હોય કે કપડાં પહેરવાની સ્ટાઈલ. દેશના પ્રધાનમંત્રી દરેક સમયે અલગ-અલગ વિષયોથી ચર્ચામાં રહે છે. અને પ્રધાનમંત્રી મોદીની સાથે પણ કંઈક આવું જ છે.ગુલાબ નબી આઝાદને ફેરવેલ સ્પીચ આપતાં રાજ્યસભામાં પીએમ મોદી ભાવુક થયા.
Trending Photos
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈમોશનલ અવતાર
2. 2014થી લઈ 2021 સુધી અનેક વખત થયા ભાવુક
3. પીએમ ભાવુક થયા ત્યારે આંખમાંથી નીકળ્યાં આંસુ
4. વિરોધીઓને નિસ્તેજ કરનારા PMનું સંવેદનશીલ રૂપ
5. જુઓ ક્યારે-ક્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થયા?
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકરા નિર્ણય લેવા માટે જાણીતા છે. પરંતુ અનેકવાર તેમને ભાવુક થતાં પણ જોવામાં આવ્યા છે. ભાવુક થાય ત્યારે તેમની આંખોમાંથી આંસુ પણ નીકળી જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ભાવુક થયા અને તે પણ બજેટ સત્ર દરમિયાન. જ્યાં મંગળવારે રાજ્યસભામાં 4 સાંસદોના વિદાસ ભાષણ દરમિયાન. ગુલામનબી આઝાદને પોતાના જૂના મિત્ર ગણાવતાં પ્રધાનમંત્રીને જૂનો કિસ્સો યાદ આવી ગયો અને ગળું ભરાઈ આવ્યું. અમે તમને બતાવીશું કે પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી કેટલી વાર અને કઈ જગ્યાએ ભાવુક બન્યા.
1. તારીખ: 21 મે 2014
આ તે તારીખ હતી જ્યારે પ્રધાનમંત્રી બનતાં પહેલાં નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાના વિશેષ સત્રમાં ફેરવેલ સ્પીચ આપી રહ્યા હતા. સ્પીચ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા.
2. તારીખ: 20 મે 2014
2014માં લોકસભામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAને ભારે બહુમતિ મળી હતી. મોદી પીએમ બનતાં પહેલાં ભાજપની સંસદીય દળની બેઠકમાં સામેલ થવા પહેલીવાર સેન્ટ્રલ હોલ પહોંચ્યા હતા. ત્યાં પોતાના સંબોધનમાં મોદી એમ કહીને ભાવુક થયા કે અડવાણીજીએ એક શબ્દનો પ્રયોગ કર્યો કે નરેન્દ્ર ભાઈએ કૃપા કરી.
3. તારીખ: 28 સપ્ટેમ્બર 2015
PM મોદી અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલ ફેસબુકની ઓફિસ પહોંચ્યા હતા. અહીંયા દરેક ભારતીયો સાથે સવાલ-જવાબ હતા. ત્યારે પોતાની શરૂઆતની જિંદગી અને માતા-પિતાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી ભાવુક બન્યા હતા. અહીંયા તેમણે કેવી રીતે એક ચાવાળો દેશનો પ્રધાનમંત્રી બન્યો તેની કહાની સંભળાવી.
4. તારીખ: 23 જાન્યુઆરી 2016
બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાનો ઉલ્લેખ કરતાં સમયે પણ પીએમ મોદી ભાવુક થયા હતા. અહીંયા તેમણે કહ્યું હતું કે રાજકીય લડાઈના કારણે એક નિર્દોષ માતાએ પોતાના દીકરાથી વિખૂટા થવાનો વારો આવ્યો છે.
5. તારીખ: 13 નવેમ્બર 2016
8 નવેમ્બર 2016ના રોજ રાત્રે 8 કલાકે પીએમ મોદીએ દેશને સંબોધન કર્યુ હતુ. અને નોટબંધીની જાહેરાત કરી હતી. તેના પાંચ દિવસ પછી ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન નોટબંધીના નિર્ણય પર પ્રધાનમંત્રી ભાવુક થયા હતા.
આ પણ વાંચોઃ Red Fort Violence: દીપ સિદ્ધૂને કોર્ટમાં કરાયો રજૂ, દિલ્હી પોલીસને મળ્યા 7 દિવસના રિમાન્ડ
6. તારીખ: 21 ઓક્ટોબર 2018
દિલ્લીમાં નેશનલ મેમોરિયલના ઉદ્ધાટન પર પીએમ મોદી પોલીસ જવાનોના બલિદાન પર વાત કરતાં ભાવુક થઈ ગયા. કેમ કે કુદરતી આફતો વખતે SDRF અને NDRFના જવાનો તહેનાત રહે છે. આપણી નજર સામે હોવા છતાં ક્યારેય આપણે તેમનો આભાર માનતા નથી.
7. તારીખ: 7 માર્ચ 2020
જન ઔષધિ દિવસ પર એક મહિલા સાથે વાત કરતાં સમયે પીએમ મોદી ભાવુક થઈ ગયા. કેમ કે દીપા નામની મહિલાએ પીએમ મોદીને ભગવાન ગણાવ્યા હતા. જેના કારણે એકસમયે પ્રધાનમંત્રી ભાવુક થઈ ગયા હતા.
8. તારીખ: 16 જાન્યુઆરી 2021
આખી દુનિયા છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી કોરોના વાયરસ ફેલાયો છે. ભારતમાં કોરોના વાયરસ વેક્સીન ડ્રાઈવ કરતાં સમયે પીએમ મોદીએ કોરોનાના કારણે લોકોને થયેલ નુકસાનનો ઉલ્લેખ કર્યો. અને આ દરમિયાન તે ભાવુક થયા.
9. તારીખ: 9 ફેબ્રુઆરી 2021
પીએમ મોદી ફરી એકવાર રાજ્યસભામાં ભાવુક થયા. કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદ સહિત 4 સાંસદોનો કાર્યકાળ પૂરો થતાં વિદાય ભાષણમાં પીએમ મોદી સંબોધન દરમિયાન અનેક વાર રોકાયા. ભાવુક થયા અને આંસુ લૂંછ્યા.રાજકીય વિરોધીઓને પોતાની વાકછટા અને તેજાબી ભાષણથી નિસ્તેજ કરી નાંખનારા પ્રધાનમંત્રી અનેકવાર ભાવુક બન્યા. જે દર્શાવે છે કે તે ભલે ગમે તેટલા કઠોર હોય પરંતુ તેમની પાસે પણ દિલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે