કોરોના સામે લડાઇમાં WHOએ કરી ભારતની પ્રશંસા, ડેટા મેનેજમેન્ટને લઈને આપી સૂચના


વિશ્વની સૌથી મોટી નોડલ હેલ્થ એજન્સી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (WHO)એ ભારતની કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં પ્રયાસોની પ્રશંસા કરી છે. સાથે  WHOનું કહેવું છે કે ભારતે હવે કોરોના વાયરસ સાથે જોડાયેલા ડેટા મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ.

કોરોના સામે લડાઇમાં WHOએ કરી ભારતની પ્રશંસા, ડેટા મેનેજમેન્ટને લઈને આપી સૂચના

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી નોડલ હેલ્થ એજન્સી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (WHO)એ ભારતની કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં પ્રયાસોની પ્રશંસા કરી છે. સાથે  WHOનું કહેવું છે કે ભારતે હવે કોરોના વાયરસ સાથે જોડાયેલા ડેટા મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ. WHOનું માનવું છે કે ભારતની સૌથી મોટી સમસ્યા વિશાળ જનસંખ્યા અને ભૌગોલિક વિવિધતા છે. તેથી ડેટા ભેગો કરવો જરૂરી બની જાય છે. 

રાજકીય નેતૃત્વની કરી પ્રશંસા
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારત સરકારની મજબૂત રાજકીય નેતૃત્વની પણ પ્રશંસા કરી છે. ભારતે કોરોના વાયરસની મહામારીમાં ટેસ્ટિંગથી લઈને મોટા સ્તર સુધી લઈ જવા સારી ભૂમિકા ભજવી છે. સાથે ભારતે કોરોના વાયરસના સંક્રમણની સાથે તબક્કાવાર રીતે લૉકડાઉન લગાવ્યૂ અને પછી તે રીતે અનલૉક કર્યું છે. પરંતુ હવે આપણે નવા તબક્કામાં પહોંચી ગયા છીએ, તેથી ભારત અને તેના જેવા બીજા દેશોએ એક લાંબી રણનીતિ વિશે વિચારવુ જોઈએ. 

કોરોના વેક્સીન COVAXINની પ્રીક્લિનિકલ સ્ટડી પૂરી, હવે હ્યૂમન ટ્રાયલની થશે શરૂઆત

ભારત ટેસ્ટિંગના મામલામાં આત્મનિર્ભર
ન્યૂઝ એજન્સી એએનઆઈને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં WHOના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વાનમીનાથને કહ્યું કે, આજે ભારત પ્રતિદિન 2 લાખથી વધુ ટેસ્ટ કરી રહ્યું છે. સાથે ભારત ટેસ્ટિંગ કિટ પણ વિકસિત કરી રહ્યું છે. આ ભારત માટે મોટી સફળતા છે કે ભારત ટેસ્ટિંગના મામલામાં આત્મનિર્ભર થયું છે અને તે આગળ વધી રહ્યું છે. પરંતુ હવે ભારતે કોરોના સાથે જોડાયેલા ડેટા પર ધ્યાન આપવું જોઈએ, વ્યવસ્થિત રીતે ડેટાને ભેગો કરવો પડશે. 

ડેટા માટે નેશનલ ગાઇડલાઇન જરૂરી
ડેટા કઈ રીતે ભેગો કરવામાં આવે તેના પર વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, કોરોના વાયરસ સાથે જોડાયેલ ડેટાને કઈ રીતે રિપોર્ટ કરવો છે તેને લઈને નેશનલ ગાઇડલાઇન હોવી જોઈએ. જો તેમ નહીં થાય તો તમે ડેટાની તુલના કરી શકશો નહીં. દરેક એકમ પોતાની રીતે વસ્તુને રિપોર્ટ કરી રહ્યું છે. ડબ્લ્યૂએચઓએ પણ કેટલીક રીત જણાવી છે, જેને સરકાર અપનાવી શકે છે. 

દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે વાયરસ
મહત્વનું છે કે ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા સાડા છ લાખની નજીક પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 18,655 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં જ 442 લોકોના મૃત્યુ થયા તો 22771 નવા કેસ સામે આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news