Raksha Bandhan : ભાભી રાખડી કોને કહેવાય? જાણો રક્ષાબંધન પર કેમ નણંદ પોતાની ભાભીને બાંધે છે રાખડી
હાલ માર્કેટમાં ભાઈની સાથે ભાભી રાખડીનું પણ અનેરુ આકર્ષણ જોવા મળી. માર્કેટમાં અલગ-અલગ પ્રકારની ભાભી રાખડીઓની સ્પેશિયલ ડિમાન્ડ જોવા મળી રહી છે.
રક્ષાબંધનમાં ભાભી રાખડી શા માટે હોય છે ખાસ?
આ વખતના રક્ષાબંધનના લેટેસ્ટ ટ્રેન્ડ વિશે જાણો
ભાઇ-ભાભીને પ્રેમથી બાંધો સ્ટાઇલિશ રાખી સેટ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો પર્વ. આજના દિવસે બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધીને તેની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. તો સાથે ભાઈ પણ આજના દિવસે તમામ પરિસ્થિતિમાં બહેનની રક્ષાનું વચન આપે છે. જોકે, આ તો થઈ ભાઈ-બહેનની વાત, પણ શું તમે ભાભી રાખડી વિશે જાણો છો? શું તમને ખબર છે કે કેમ બહેન એટલેકે, નણંદ ભાઈની સાથો-સાથ પોતાની ભાભીને પણ રાખડી બાંધતી હોય છે? શું છે ભાભી રાખડીનું મહત્ત્વ તે પણ જાણવા જેવું છે. તો રક્ષાબંધન પર અમારા વિશેષ આર્ટિકલમાં જાણીએ ભાભી રાખડી વિશે....
શ્રાવણ માસની પૂનમ ભાઈ બહેનના પ્રેમનો પર્વ હોય છે. રક્ષાબંધન એક એવો તહેવાર છે જે પ્રેમ, ત્યાગ અને વિશ્વાસને દર્શાવે છે. આ બંધન શિખવાડે છે કે કોઈપણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો છે. સામાન્ય રીતે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. પરંતુ તેની સાથે પોતાની ભાભીને પણ રાખડી બાંધે છે. હાલ માર્કેટમાં ભાઈની સાથે ભાભી રાખડીનું પણ અનેરુ આકર્ષણ જોવા મળી. માર્કેટમાં અલગ-અલગ પ્રકારની ભાભી રાખડીઓની સ્પેશિયલ ડિમાન્ડ જોવા મળી રહી છે.
ભાભીને કેમ બાંધવામાં આવે છે રાખડી?
રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઇ અને બહેનના લાગણીસભર સંબંધોની ઉજવણીનો તહેવાર. રક્ષાબંધનની ઉજવણી ભારતભરમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ભાઇની સાથે સાથે ભાભીને પણ રાખડી બાંધવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ભાભીને બાંધવામાં આવતી રાખડીને ચૂડા રાખડી કે લુંબા રાખડી કહેવાય છે. લગ્ન બાદ ભાઈનાં સુખ તેમજ દુ:ખની સાથી તેની પત્ની હોય છે તેથી ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધવામાં આવે છે. ભાભી રાખડી ઘણા સમયથી મળે છે પરંતુ એમાં દર વર્ષે નવા ટ્રેન્ડ બદલાય છે. એટલું નહીં બહેન એટલેકે, નણંદ આજના દિવસે પોતાની ભાભીને રાખડી બાંધીને ઈશ્વર તેમની રક્ષા કરે, હંમેશા તેમને અખંડ સૌભાગ્યવતી રાખે અને તેમનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરીને ભાભીને રાખડી બાંધતી હોય છે.
ભાભી રાખડીનો ટ્રેન્ડઃ
હાલમાં ભાભી રાખડીમાં કયો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તે પણ જાણવા જેવું છે. જેમાં ટેઝલ, જડતર લુંબા, ટ્રેડિશનલ લુંબા, જડતર પોંચા જેવી ચાર પ્રકારની ભાભી રાખડી લોકપ્રિય છે. આ રાખડી સેટમાં પણ મળે છે. પર્લ અને લટકણનો ઉપયોગ લુંબા રાખીમાં પર્લ અને લટકણનો ક્રેઝ વધી રહ્યો છે. આનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી લુંબા રાખી અનેક રંગ અને ડિઝાઇનમાં મળે છે.
ટ્રેન્ડિગ ભાભી રાખડીઓઃ
મેચિંગ લુંબાની શોખીન માનુનીઓ તેમના ડ્રેસને મેચિંગ હોય પર્લ તેમજ લટકણનો ઉપયોગ કરીને બનાવેલી લુંબા રાખીની પસંદગી કરે છે. જડતર લુંબા જડતર લુંબા ગ્લેમર લુક આપે છે. આ સ્ટાઇલની લુંબા રાખડીમાં સ્ટોન, પર્લ અને અમેરિકન ડાયમંડનો ઉપયોગ થાય છે. રક્ષાબંધન પછી આ જડતર લુંબાને કુર્તી તેમજ ટ્રેડિશનલ ડ્રેસ પર પહેરી શકાય છે. ટ્રેડિશનલ લુંબા લુંબા રાખડી પહેલાં પરંપરાગત રીતે રેશમના દોરાથી બનાવવામાં આવતી હતી. જોકે હવે એનો ગ્લેમરસ લુક વધારે લોકપ્રિય છે. પરંપરાગત લુંબા બનાવવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ પણ કરી શકાય છે.
કાન્હાજીને રાખડી:
પરંપરાઓના દેશમાં અનેક જગ્યાએ બ્રાહ્મણ કે પંડિત ભક્તોને પણ રક્ષાસૂત્ર બાંધે છે. કેટલાક લોકો કાન્હા કે રામજીને રાખડી પણ બાંધે છે. તેઓ પ્રાર્થના કરે છે કે તેનો પરીવાર સુખી અને સંપન્ન રહે.
જનોઈ બદલવાની પરંપરા:
મહારાષ્ટ્રમાં શ્રાવણી પૂનમના દિવસને નાળિયેર પૂનમ તરીકે ઉજવાય છે. આ દિવસે મરાઠી લોકો નદી કે સમુદ્રના કિનારે જઈ જનોઈ બદલે છે અને સમુદ્રની પૂજા કરે છે. આ દિવસે કેટલાક આદિવાસી ઝાડની પણ પૂજા કરે છે અને તેને રાખડી બાંધી અને તે લીલાછમ રહે તેવી પ્રાર્થના કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે