સ્કૂલમાં ઉઠક-બેઠક કરવાની કેમ મળે છે સજા, તેની પાછળ છે ફાયદો આપતા રાઝ
ભારતની શાળાઓમાં હંમેશા બાળકોને સજા આપવામાં આવે છે. જ્યારે બાળકો અભ્યાસ કરવા તોફાન કરવામાં અથવા ટીચરનું માનતા નથી તો તેને ક્લાસની બહાર કાન પકડીને ઉભા રાખવા કે ઉઠક-બેઠક કરવાની સજા આપવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ આપણી જિંદગીની સૌથી સુંદર યાદો હોય છે શાળાનું જીવન. જ્યાં આપણે આપણા મિત્રો સાથે ખુબ મસ્તી કરીએ છીએ અને આપણા સારા ભવિષ્યનો પાયો નાખીએ છીએ. કેન્ટીનમાં મિત્રોની સાથે બેસીને મસ્તી કરવા સિવાય વધુ એક વસ્તુ હોય છે જે સૌથી વધુ યાદ રહે છે અને તે છે સ્કૂલની પનિશમેન્ટ.
ઉઠક-બેઠક કરવા પાછળ છુપાયું છે એક વૈજ્ઞાનિક કારણ
તમને પણ શાળામાં ક્યારેક સજા મળી હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શાળામાં કાન પકડીને ઉઠક-બેઠક કરવાની સજા કેમ મળે છે, તેની પાછળ કોઈ કારણ છે? હા, કોઈ વસ્તુ કારણ વગર હોતી નથી અને કાન પકડીને ઉઠક-બેઠક કરવા પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છે.
શું છે કારણ
માનવામાં આવે છે કે ઉઠક-બેઠક કરવાથી બાળકોની યાદશક્તિ મજબૂત થાય છે અને તેના મસ્તિષ્કના ઘણા ભાગ સક્રિય થઈ જાય છે. તેનાથી એલર્ટ રહેવા, યાદશક્તિ અને બાળકોની શીખવાની ક્ષમતામાં સુધાર આવે છે. આ કારણ છે કે બાળકોને શાળામાં સજાના નામે કાન પકડીને ઉઠક-બેઠક કરાવવાનું કહેવામાં આવે છે. તેનાથી બાળકોની યાદશક્તિ વધે છે અને તેને સીધી રીતે અભ્યાસમાં ફાયદો પહોંચે છે.
કઈ રીતે થાય છે ફાયદો
આ સંદર્ભમાં છેલ્લા ઘણા સમયથી રિસર્ચ કરવામાં આવ્યું છે. રિસર્ચ દરમિયાન સામે આવ્યું કે, એક મિનિટ સુધી કાન પકડીને ઉઠક-બેઠક કરવાથી મગજની અંદર આલ્ફા તરંગો (alpha waves) સક્રિય થાય છે. એવું એટલા માટે થાય છે કારણ કે આ પ્રક્રિયામાં કાનના લોબ પર દબાણ આવે છે, જે એક્યૂપ્રેશર અનુસાર મસ્તિષ્કના ડાબા અને જમણા ભાગને સક્રિય કરે છે અને સંબંધિત પિટ્યૂટરી ગ્રંથિ (pituitary gland) ને એક્ટિવ કરે છે. આ રીતે મગજમાં ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી વધી જાય છે.
ક્યાં સુધી રહે છે ફાયદા
તમે તેને વ્યાયામ પણ માની શકો છો, પરંતુ ચોક્કસપણે જાણી લો કે જો તે દરરોજ ન કરવામાં આવે તો તેનાથી થતા ફાયદાઓ અસ્થાયી છે. બાળકોના મગજને તેજ બનાવવા અને મગજના કોષોને શક્તિ આપવા માટે તમે સુપર બ્રેઈન યોગા પણ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે