સાસરીથી પીડિત મહિલાઓ માટે સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો, અહીં વાંચો...
સાસરીમાં મહિલાઓના પ્રતિ કરવામાં આવતી મારપીટ અને અન્ય રીતે તેમને ટોર્ચર કરવાના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: સાસરીમાં મહિલાઓના પ્રતિ કરવામાં આવતી મારપીટ અને અન્ય રીતે તેમને ટોર્ચર કરવાના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. મહિલાઓના પ્રતિ થનારી ક્રૂરતાના મામલે ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, એવી મહિલાઓ, જેમને સાસરીમાંથી ભગાડી દેવામાં આવે છે અથવા સાસરીવાળા ક્રૂરતાથી કંટાળીને પોતાની જાતે ઘરથી બહાર નીકળી જાય છે અને બીજે ક્યાંક રહેવા માટે બંધાઇ જાય છે. એવી મહિલાઓ માત્ર વૈવાહિક સ્થળ પર જ નહીં તે જગ્યા પર પણ રિપોર્ટ દાખલ કરાવી શકે છે. જ્યાં તે રહેવા માટે બંધાયેલ છે સુપ્રીમ કોર્ટે તેમના આ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓના વૈવાહિક સ્થળ પર જઇને રિપોર્ટ દાખલ કરવાની કોઇ જરૂરીયાત નથી. તે જ્યાં પણ રહે છે ત્યાંથી તે વિસ્તારના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે.
કોર્ટે કહ્યું કે, પીડિત મહિલાઓએ આઇપીસી ધારા 498 A અંતર્ગત કોઇપણ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે. મહિલાઓ ઇચ્છે તો તેમના માતા પિતાની સાથે રહેતી હોય કે અન્ય કોઇ સ્થળ પર રહે, તે વિસ્તારમાંથી ફરિયાદ નોંધાવી શકે છે અને તે વિસ્તારની પોલીસ કોર્યવાહી પણ શરૂ કરી દેશે. જણાવી દઇએ આ મામલે દેહજ ટોર્ચર, ક્રૂરતા અને મારપીટની સાથે અભદ્રતા અને ગાળોના મામલા સામેલ છે. જણાવી દઇએ કે, સાસરી પક્ષથી પીડિત મહિલાઓ તે સ્થળ પર રિપોર્ટ દાખલ કરાવી પડતી હતી. જ્યાં મહિલાનું સાસરી હોય. જેના કારણે ઘણી મહિલાઓ માત્ર એટલા માટે ફરિયાદ દાખલ કરાવતી નહી. જેથી તેમને પરત તેમના વૈવાહિક સ્થળ સુધી જવું પડે નહીં.
વધુમાં વાંચો: જમ્મૂ કાશ્મીરમાં RSSના નેતા પર આતંકી હુમલો, ગાર્ડનું મોત
એવામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની બેંચે મોટો ચુકાદો આપતા મહિલાઓને રાહત આપી છે. જેને સાસરીમાંથી ભગાડી દેવામાં આવે છે અથવા તો સાસરી પક્ષની ક્રૂરતાને કારણે ઘર છોડીને ભાગી આવે છે. જણાવી દઇએ કે, દહેજ કાયદા 498 A અને ઘરેલુ હિંસા નિરોધક કેયદો મહિલાને સાસરીમાં થનાર ટોર્ચરથી બચવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત જો સાસરીમાં પતિ, સાસુ, સસરા અથવા પરિવારનો અન્ય કોઇ વ્યક્તિ મહિલાને આર્થિક, શારિરિક અથવા માનસિક રીતે ટોર્ચર કરે છે. તો મહિલા આ કાયદા અંતર્ગત હવે તેની સાસરી અથવા કોઇપણ અન્ય સ્થળના નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે