Yes Bank મા ફસાયા છે પૈસા? આ સરળ રીતથી 5 લાખ રૂપિયા ઉપાડી શકાશે !
ગુરૂવારે રાત્રે યસ બેંકનાં (Yes Bank) કામકાજમાં રોક લાગ્યા બાદ ખાતાધારકો માટે મોટી સમસ્યા પેદા થઇ ચુકી છે.
Trending Photos
નવી દિલ્હી : ગુરૂવારે રાત્રે યસ બેંકનાં (Yes Bank) કામકાજમાં રોક લાગ્યા બાદ ખાતાધારકો માટે મોટી સમસ્યા પેદા થઇ ચુકી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ પણ કહ્યું કે, ખાતાધારક આખા મહિનામાં 50 હજારથી વધારે રકમ નહી ઉપાડી શકે. એવામાં અમે જણાવી રહ્યા છીએ એવો ઉપાય કે જેની મદદથી તમે ખુબ જ સરળતાથી યસ બેંકનાં ખાતામાંથી (Yes Bank) 5 લાખ રૂપિયા જેટલી રકમ ઉપાડી શકો છો.
Yes Bank સંકટ: અમદાવાદ સહિત ગુજરાતનાં લોકો ફરી એકવાર લાઇનમાં લાગી ગયા !
મેડિકલ ખર્ચાઓ માટે ઉપાડી શકાય છે પૈસા
આરબીઆઇ દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, મેડિકલનાં ખર્ચાઓ માટે પાંચ લાખ રૂપિયા સુધી બેંકમાંથી ઉપાડી શકાય છે. આ નિયમ હેઠળ ખાતા ધારક અથવા તેનાં પરિવારનાં સભ્યોમાંથી કોઇની પણ સારવાર ચાલી રહી હોય તો આ નિયમ હેઠળ તે વધારે નાણા ઉપાડી શકે છે. તેને 50 હજારનાં નિયમમાંથી છુટ આપી શકાય છે.
રાજકોટ : યસ બેંકના કારણે મધ્યમવર્ગની જરૂરિયાતો પર પડી ગયું શટર, વિગતો જાણવા કરો ક્લિક
લગ્ન માટે પૈસા આપશે બેંક
આરબીઆઇએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે, કોઇ ખાતા ધારક ઘરમાં લગ્ન હોય તો તેને પણ આ નિયમમાંથી છુટછાટ આપવામાં આવશે. તેના માટે લગ્નનું કાર્ડ અને એક એફિડેવિટ સાથે બેંકમાં જમા કરાવવા પડશે. બેંક દ્વારા તેને જરૂરી રકમ પુરી પાડવામાં આવશે.
અમદાવાદની માર્કેટમાં આવી ગયો છે રસદાર કેરીનો મોટો જથ્થો, કિંમત છે...
એજ્યુકેશનની ફી ચુકવવા માટે બેંક આપશે પૈસા
શિક્ષણ માટે પણ સરકારે ખાતાધારકોને છુટ આપી છે. તમે તમારા બાળકનાં શિક્ષણ માટે ચુકવવામાં આવતી ફી માટે પણ બેંકમાંથી પૈસા ઉપાડી શકો છો. આ માટે 5 લાખ સુધીની રકમ નિર્ધારિત કરવામાં આવી છે. 5 લાખ રૂપિયા સુધીની ફી પેટે તમે ચુકવી શકો છો.
ફરવા ગયેલો હસતો રમતો પરિવાર આખરે મળી ગયો માટીમાં, પરિવારે હૃદય પર પથ્થર મુકીને લીધો મોટો નિર્ણય
બેંક બંધ નથી થઇ રહી
જો કે સૌથી સારા સમાચાર છે કે, યસ બેંક ડુબી નથી રહી પરંતુ મેનેજમેન્ટ બદલાઇ રહ્યું છે. એક મેનેજમેન્ટ જે બેંકને યોગ્ય રીતે સંચાલન નહોતુ કરી શકતું તેને આરબીઆઇએ પોતાના બેંકિંગ રેગ્યુલેટરી એક્ટનો ઉપયોગ કરીને બદલી નાખ્યું છે. હવે આરબીઆઇનો એક અધિકારી બેંકનું સંચાલન કરશે જ્યાં સુધી નવુ મેનેજમેન્ટ ટેકઓવર નથી કરતું. આજે નાણામંત્રી નિર્મલા સિતારમણે જે નિવેદન આપ્યું તેના પરથી સ્પષ્ટ થાય છે કે, લોકોએ ગભરાવાની જરૂર નથી માત્ર મેનેજમેન્ટ જ બદલાઇ રહ્યું છે. બેંક બંધ થવાની હવે કોઇ જ શક્યતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, યસ બેંકની 1000 બ્રાંચ અને 1800 એટીએમ સમગ્ર દેશમાં છે. યસ બેંકનાં 29 લાખ ગ્રાહકો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે