કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે કે ધરણા પ્રદર્શનોના નેતા: યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે એક ચૂંટણી રેલીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યાં.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે એક ચૂંટણી રેલીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે શું તમે શહેરના પ્રશાસનના મુખિયા છો કે પછી ધરણા પ્રદર્શનના નેતા છો.
ઈસ્ટ દિલ્હીના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે તેઓ હિંડન એરબેઝ પર ઉતર્યા અને ત્યારબાદ તેમણે દિલ્હીમાં પ્રવેશ કર્યો પરંતુ અહીંના રસ્તાઓની હાલત જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આપ સરકારે દિલ્હીને ખાડાના શહેરમાં ફેરવી નાખ્યું છે અને આ શહેરના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
તેમણે દાવો કર્યો કે કેજરીવાલને વિકાસ સાથે કોઈ લેવાદેવા નથી. કેન્દ્ર સરકારની સાથે મળીને દિલ્હીને વધુ સારી બનાવવામાં કેજરીવાલને કોઈ રસ નથી. યોગી આદિત્યનાથે કહ્યું કે આપ પ્રમુખ દિલ્હીના મુખ્યા છે કે પછી ધરણા પ્રદર્શનના.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે આપ પ્રમુખ દિલ્હીમાં સત્તામાં આવતા અગાઉ કોંગ્રેસ પર નિશાન સાધતા હતાં પરંતુ ત્યારબાદ તેઓ કોંગ્રેસની સાથે ગઠબંધનની કોશિશ કરવા લાગ્યાં. મૂલ્યો અને આદર્શો વગરના લોકતંત્ર કે રાજનીતિ દેશ માટે ખતરનાક હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે