મલેશિયા: હિન્દુઓ માટે ટિપ્પણી કરવા બદલ ઝાકિર નાઈક વિરુદ્ધ મોટી કાર્યવાહી

હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાના આરોપમાં ઘેલાયેલા વિવાદિત ધાર્મિક ઉપદેશક ઝાકિર નાઈક પર મલેશિયાના રાજ્ય મેલાકાએ ધાર્મિક ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

મલેશિયા: હિન્દુઓ માટે ટિપ્પણી કરવા બદલ ઝાકિર નાઈક વિરુદ્ધ મોટી કાર્યવાહી

કુઆલાલંપુર: હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાના આરોપમાં ઘેલાયેલા વિવાદિત ધાર્મિક ઉપદેશક ઝાકિર નાઈક પર મલેશિયાના રાજ્ય મેલાકાએ ધાર્મિક ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યાં મુજબ મેલાકાના મુખ્યમંત્રી આદિલી ઝાહરીએ કહ્યું કે અમે અહીં સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખવા માંગીએ છીએ. આથી અમે ઝાકિરને અહીં ધાર્મિક ભાષણ આપવા કે લોકોને ભેગા કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 

મેલાકા આ પ્રકારે ઝાકિર  પર પ્રતિબંધ લગાવનારું સાતમું રાજ્ય  બન્યું છે. આ અગાઉ ઝોહોર, સેલાંગોર, પેનાંગ, કેદાહ, પરલિસ અને સરાવાક રાજ્ય પોતાના ત્યાં ઝાકિરના ધાર્મિક ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. 

જુઓ LIVE TV

ઝાકિરે હાલમાં જ મલેશિયામાં મુસ્લિમ બહુમતી હોવા છતાં હિન્દુઓ પાસે ઘણા બધા અધિકાર હોવાની વાત કરી હતી. હકીકતમાં ઝાકિરે કહ્યું હતું કે મલેશિયામાં હિન્દુઓને ભારતના અલ્પસંખ્યક મુસ્લિમોની સરખામણીમાં 100 ગણા વધુ અધિકારો મળ્યાં છે. આ ટિપ્પણીનો ભારતીય સમુદાયે ખુબ વિરોધ કર્યો હતો. તેને પરસ્પર ભાઈચારા, સૌહાર્દ અને સમાનતાના અધિકાર વિરુદ્ધની ટિપ્પણી તરીકે જોવામાં આવ્યું હતું. મલેશિયાની સરકારના અનેક મંત્રીઓએ પણ આ ટિપ્પણી પર નારાજગી વ્યક્તિ કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news