BOBCAPS Recruitment 2021: બેન્ક ઓફ બરોડાની આ કંપનીમાં નિકળી ભરતી, જાણો તમામ વિગતો

બેન્ક ઓફ બરોડાની પૂર્ણ માલિકીવાળી અને દેશની ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપનીઓમાંથી એક બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ (બોબકેપ્સ) માં બે અલગ-અલગ પદો પર જગ્યા બહાર પડી છે. 
 

 BOBCAPS Recruitment 2021: બેન્ક ઓફ બરોડાની આ કંપનીમાં નિકળી ભરતી, જાણો તમામ વિગતો

નવી દિલ્હીઃ BOBCAPS Recruitment 2021: બેન્ક ઓફ બરોડામાં નોકરીની ઈચ્છા રાખનારા ઉમેદવારો માટે કામના સમાચાર છે. બેન્ક ઓફ બરોડાની પૂર્ણ માલિકીવાળી અને દેશની ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપનીઓમાંથી એક બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ (બોબકેપ્સ) માં બે અલગ-અલગ પદો પર જગ્યા બહાર પડી છે.  કંપની દ્વારા આજે 11 મેએ જાહેર કરવામાં આવેલ વિગત પ્રમાણે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર- આઈટી એપ્લીકેશન સપોર્ટ (ઇન્સ્ટીટ્યૂશનલ ટ્રેડિંગ) ની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. તો આ પહેલા 28 એપ્રિલની ભરતી જાહેરાત અનુસાર રિટેલ બેન્કિંગ વિભાગમાં સીનિયર મેનેજર/ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ- રિટેલ ઇક્વિટી પ્રોડક્ટ્સમાં પદો માટે અરજી મંગાવવામાં આવી હતી. આ બન્ને જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 મે 2021 નક્કી કરવામાં આવી છે. 

શું છે યોગ્યતા
બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડમાં આસિસ્ટન્ટ મેનેજર પદ માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક છે. પરંતુ સંબંધિત પીજી ડિગ્રી ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે ઉમેદવારોની પાસે ઓછામાં ઓછો છ વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ પ્રકારે, સીનિયર મેનેજર/એવીપી પદો માટે ઉમેદવારો સ્નાતક હોવો જોઈએ, પરંતુ સંબંધિત પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે ઉમેદવારો પાસે 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 

આ રીતે કરો અરજી
અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર પોતાની તમામ વિગતો સહિત બાયોડેટા કંપનીના ભરતી સંબંધિત ઈમેલ આઈડી  carees @ bobcaps.in પર ઈમેલ કરી શકે છે. આસિસ્ટન્ટ મેનેજર અને સીનિયર મેનેજર બન્ને પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 મે નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર કોઈ પ્રકારની માહિતી માટે કંપનીના સુચિત્ર બંગેરા  (022-61389300) સાથે સંપર્ક કરી શકે છે. આ સિવાય વધુ વિગત મેળવવા માટે તમે કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news