12 પાસ માટે ઈન્ડિયન ઓઇલની સાથે નોકરીની મોટી તક, આ રીતે કરો અરજી
ઈન્ડિયન ઓઇલના એપ્રેંટિસના 380 પદો માટે અલગ-અલગ યોગ્યતા નક્કી કરી છે. પસંદગી થયા બાદ ઉમેદવારોને એક વર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી તેલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની સાથે નોકરી કરવાની મોટી તક છે. ઈન્ડિયન ઓઇલે એપ્રેંટિસના 380 પદો માટે ભરતી બહાર પાડી છે. આ પદો પર અરજી શરૂ થઈ ગઈ છે. 22 નવેમ્બર સુધી ઈચ્છુક ઉમેદવાર અરજી કરી શકે છે. ખાસ વાત છે કે આ નોકરી માટે 12મી પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી બધા એપ્લાઇ કરી શકે છે. દેશભરમાંથી અરજીઓ મગાવવામાં આવી છે.
ઈન્ડિયન ઓઇલે એપ્રેન્ટિસના 380 પદો માટે અલગ-અલગ યોગ્યતા નક્કી કરી છે. પસંદ થયેલા ઉમેદવારોને એક વર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે. જો તમે પણ આ પદો પર અરજી કરવા ઈચ્છો છો તો નીચે આપવામાં આવેલી જાણકારી ધ્યાનથી વાંચો.
પદ
380
યોગ્યતા
12 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી અરજી કરી શકે છે.
ઉંમર
અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 24 વર્ષ હોવી જોઈએ. 31.10.2019 પ્રમાણે ઉંમરની ગણતરી થશે.
કઈ રીતે થશે પસંદગી
અરજીકર્તાઓએ લેખિત પરીક્ષામાં સામેલ થવું ફરજીયાત છે. લેખિત પરીક્ષાના આધાર પર જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પરીક્ષામાં 100 ઓબ્જેક્ટિવ સવાલ પૂછવામાં આવશે. તેના માટે ઉમેદવારને કુલ 2 કલાકનો સમય લાગશે. પરીક્ષા 100 માર્કની હશે. પરીક્ષામાં પાસ થવા માટે ન્યૂનતમ સ્કોર કરવો પડશે.
ક્યાં કરશો અરજી
જો તમે નોકરી માટે અરજી કરવા ઈચ્છો છો તો ઈન્ડિયન ઓઇલના ઓનલાઇન પોર્ટલ plis.indianoilpipelines.in પર અરજી કરી શકો છો. યાદ રાખો કે અરજી 22 નવેમ્બર 2019ના સાંજે 6 કલાક સુધી સ્વીકારવામાં આવશે.
અરજી કરતા પહેલા ઈન્ડિયન ઓઇલ તરફથી જારી સત્તાવાર નોટિફિકેશન જરૂર વાંચો. નોટિફિકેશનમાં પદ પ્રમાણે અરજી કરવાની જાણકારી આપવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે