NEET પરીક્ષા આપ્યા વગર પણ બની શકાય છે ડોક્ટર! આ મેડિકલ કોર્સીસમાં લઈ શકો છો એડમિશન

Medical Courses Without NEET: દેશના મોટાભાગના વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને NEETની પરીક્ષામાં ક્વોલીફાઈ ન થવાને કારણે પ્રવેશ મળતો નથી.
 

NEET પરીક્ષા આપ્યા વગર પણ બની શકાય છે ડોક્ટર! આ મેડિકલ કોર્સીસમાં લઈ શકો છો એડમિશન

Medical Courses Without NEET: ધોરણ 12 બાયોલોજીમાંથી 12મું ધોરણ પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ ઘણીવખત ખૂબ જ મૂંઝવણમાં રહે છે. આવનારા ભવિષ્યને લઈને લોકો અનેક પ્રકારના મંતવ્યો આપે છે. આમાંના મોટા ભાગના બાળકો ડોક્ટર બનવા  માટે NEETની તૈયારી કરે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવાના સપના સાથે NEETની પરીક્ષા આપે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને NEETની પરીક્ષામાં ક્વોલીફાઈ ન થવાને કારણે પ્રવેશ મળતો નથી.

NEET જરૂરી નથી
એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેઓ NEETની પરીક્ષામાં ક્વોલીફાઈ નથી. જે પછી માત્ર થોડા વિદ્યાર્થીઓ જ MBBS કરવાનું સપનું પૂરું કરી શકે છે પરંતુ નિરાશ થવાની જરૂર નથી. મેડિકલ ફિલ્ડમાં આવા ઘણા કોર્સ છે, જેનાથી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે. અમે તમને આવા જ કેટલાક ડિગ્રી કોર્સ વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમાં NEET પરીક્ષા વગર એડમિશન લઈ શકાય છે.

પેરામેડિકલ કોર્સ
પેરામેડિકલ એક એવો કોર્સ છે જેમાં ડિગ્રી કે ડિપ્લોમા લીધા પછી તમે સરળતાથી હેલ્થ કેર સેક્ટરમાં કારકિર્દી બનાવી શકો છો. પેરામેડિકલ કોર્સનો સમયગાળો 2થી 5 વર્ષનો હોય છે. પેરામેડિકલ ટીમ હોસ્પિટલમાં સહાયકની ભૂમિકા ભજવે છે. પેરામેડિકલ ટીમમાં ટેક્નોલોજી, રેડિયોલોજી, એનેસ્થેસિયા જેવા ઘણા વિભાગોનો સમાવેશ થાય છે. 

BDS- બેચલર ઓફ ડેન્ટલ સર્જરી
MBBSની જેમ BDS કોર્સ પણ 5 વર્ષનો છે. જેમાં વિદ્યાર્થીઓને 4 વર્ષ માટે ભણાવવામાં આવે છે અને એક વર્ષ માટે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. બેચલર ઓફ ડેન્ટલ સર્જરીનો કોર્સ કર્યા પછી, વિદ્યાર્થીઓ ક્લિનિકમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરી શકે છે. 

BNYS- બેચલર ઓફ નેચરોપેથી અને યોગ સાયન્સ
આ કોર્સ 4.5 વર્ષનો છે. આમાં વિદ્યાર્થીઓને કુદરતી રીતે ઉપચાર કેવી રીતે કરવો તે જ શીખવાડવામાં આવે છે,,,  આ કોર્સ પૂર્ણ કર્યા પછી અને 1 વર્ષની તાલીમ લીધા પછી, વિદ્યાર્થીઓ યોગા ટ્રેનર, ફિટનેસ ટ્રેનર તરીકે પોતાની કારકિર્દી બનાવી શકે છે. BNYS માં પ્રવેશ NEET પરીક્ષા વિના થાય છે પરંતુ આ માટે એક અલગ પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડે છે.

BPT (બેચલર ઑફ ફિઝિયોથેરાપી)
બીપીટીનો કોર્સ મસાજ, કસરત અને સ્નાયુઓની હિલચાલ સાથે સંબંધિત છે. ધોરણ 12 પછી આ કોર્સનો સમયગાળો અઢી વર્ષનો છે. આ કોર્સ કર્યા પછી તમે દેશના કોઈ પણ ક્લિનિકમાં પ્રેક્ટિસ કરીને ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરીને કારકિર્દી બનાવી શકો છો.

12માં પછી મેડિકલ કોર્સ
MBBS
BDS
BAMS
BUMS
BSMS
BPharm
BPT
BOT
BMLT
BNYS
BVSc અને AH
આ પણ વાંચો:
શું તમારા હાથમાં છે આવું નિશાન? પાર્ટનર માટે ખુબ જ લકી હોય છે આ લોકો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે IND Vs PAK વર્લ્ડ કપ મેચ!
આ છે વિશ્વનો સૌથી મોંઘો પદાર્થ, એક ગ્રામની કિંમતમાં નાના-મોટા 100 દેશ આવી જશે!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news