Bank Jobs: સ્નાતક માટે જોબ મેળવવાની શાનદાર તક, આ બેન્કમાં થશે બમ્પર ભરતી, જાણો વિગત

Bank Jobs 2024: યુનિયન બેન્કમાં ભરતી નિકળી છે. અહીં લોકલ બેન્ક ઓફિસર પદ પર અરજી મંગાવવામાં આવી છે. નોટિફિકેશન જાહેર થઈ ગયું છે અને 24 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે.

Bank Jobs: સ્નાતક માટે જોબ મેળવવાની શાનદાર તક, આ બેન્કમાં થશે બમ્પર ભરતી, જાણો વિગત

Union Bank of India Recruitment 2024: યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં બમ્પર ભરતી થવાની છે. તેવામાં જે ઉમેદવાર બેન્કમાં નોકરી કરવા ઈચ્છે છે તેની માટે ખુબ સારી તક છે. યુનિયન બેન્ક તરફથી લોકલ બેન્ક ઓફિસર પદ પર ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું અને 24 ઓક્ટોબરથી ઈચ્છુક ઉમેદવાર અરજી કરી શકશે. ઉમેદવારે બેન્કની સત્તાવાર વેબસાઇટ unionbankofindia.co.in પર જઈને અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો
યુનિયન બેન્કમાં લોકલ બેન્ક ઓફિસરની ભરતી માટે ઉમેદવાર 24 ઓક્ટોબર 2024થી અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે. તેવામાં ઉમેદવારો પાસે ફોર્મ ભરવા માટે વધુ સમય નથી. 

ભરતીની વિગત
યુનિયન બેન્ક એલબીઓ ભરતી 2024 દ્વારા, યુનિયન બેન્કમાં સ્થાનિક બેન્ક અધિકારીઓની 1,500 જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે. આમાં, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ 613 જગ્યાઓ ખાલી છે. તે જ સમયે, SC માટે 224 પોસ્ટ, અનુસૂચિત જનજાતિ માટે 109 પોસ્ટ, OBC માટે 404 અને EWS માટે 150 પોસ્ટ્સ છે.

પાત્રતા માપદંડ અને ઉંમર મર્યાદા
યુનિયન બેન્ક એલબીઓ ભરતી 2024 માટે જલ્દી વિગતવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પરંતુ પાછલા નોટિફિકેશન પ્રમાણે આ પદો માટે 20થી 30 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે. જ્યારે આ ભરતી માટે ઉમેદવાર પાસે કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. 

અરજી ફી
આ પદો માટે અરજી કરનાર જનરલ, ઈડબ્લ્યૂએસ અને ઓબીસી ઉમેદવારે અરજી માટે 850 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે એસસી/એસટી અને PWBD ઉમેદવારો માટે 175 રૂપિયાની અરજી ફી ભરવી પડશે. 

આ રીતે કરો અરજી
સૌથી પહેલા બેન્કની સત્તાવાર વેબસાઇટ unionbankofindia.co.in પર જાવો.
અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
હવે માંગવામાં આવેલી બધી જાણકારી નોંધો અને અરજી ફોર્મ ભરો. 
ત્યારબાદ તમારા બધા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
કેટેગરી પ્રમાણે નક્કી અરજી ફી ભરો.
હવે ફોર્મ સબમિટ કરી દો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news