White Hair: આ વસ્તુનો ઉપયોગ કરી સફેદ વાળને મૂળમાંથી કરો કાળા, 50 વર્ષે પણ દેખાશો એકદમ યંગ

White Hair: સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે કલર કરવાને બદલે ઘરેલુ ઉપાયોની મદદ પણ લઈ શકાય છે. કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી તમે વાળને કુદરતી રીતે ફરીથી કાળા કરી શકો. ખાસ કરીને આ ત્રણ વસ્તુઓ એવી છે જે તમારા સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી શકે છે. 

White Hair: આ વસ્તુનો ઉપયોગ કરી સફેદ વાળને મૂળમાંથી કરો કાળા, 50 વર્ષે પણ દેખાશો એકદમ યંગ

White Hair: એક સમય હતો જ્યારે વાળનું સફેદ થવું ઉંમર સાથે સંબંધિત પ્રક્રિયા હતી. એટલે કે જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ તેના માથા પર વાળ સફેદ થાય. પરંતુ આજના સમયમાં સફેદ વાળની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. નાની ઉંમરમાં લોકોને સફેદ વાળ આવવા લાગે છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવા તે લાઈફ સ્ટાઈલના કારણે પણ હોઈ શકે છે. નાની ઉંમરમાં જો વાળ સફેદ થઈ જાય તો તેનો પ્રભાવ વ્યક્તિના આત્મવિશ્વાસ પર પણ પડે છે. તેથી જરૂરી છે કે સમય રહેતા જ સફેદ વાળ પર ધ્યાન આપવામાં આવે અને આ સમસ્યાને ઘરગથ્થુ ઉપચારની મદદથી કેવી રીતે દૂર કરાય તેના પર વિચાર કરવામાં આવે. 

વાળને કાળા કરવાની વાત હોય તો મોટાભાગના નિષ્ણાંતો જણાવે છે કે જે લોકોને નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તેણે સ્ટ્રેસ લેવાનું છોડવું જોઈએ. સ્ટ્રેસ લેવાથી વાળ ઝડપથી સફેદ થાય છે. આ સિવાય સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે કલર કરવાને બદલે ઘરેલુ ઉપાયોની મદદ પણ લઈ શકાય છે. કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી તમે વાળને કુદરતી રીતે ફરીથી કાળા કરી શકો. ખાસ કરીને આ ત્રણ વસ્તુઓ એવી છે જે તમારા સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી શકે છે. 

સુકી મેથી

મેથી વાળને કુદરતી રીતે કાળા કરી શકે છે. વાળને કાળા કરવા માટે મેથીનો ઉપયોગ કરવો હોય તો બે ચમચી મેથીને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તેને મિક્સરમાં વાટી અને પેસ્ટ તૈયાર કરી આ પેસ્ટને વાળમાં લગાડો. નિયમિત રીતે મેથીના વાળમાં લગાડવાથી સફેદ વાળની સમસ્યા દૂર થવા લાગશે 

આમળા

આમળાનો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આમળામાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે. વાળને મૂળમાંથી કાળા અને મજબૂત કરવા માટે આમળા ખૂબ જ ઉપયોગી છે. તેના માટે આમળાના પાવડરને મહેંદીમાં મિક્સ કરીને હેર પેક તૈયાર કરો અને તેને માથામાં લગાડો.

ચા પત્તી

મૂડ ફ્રેશ કરી દેતી ચા વાળને પણ કાળા કરી શકે છે. તેના માટે ચા પત્તીને પાણીમાં ઉકાળો અને પછી આ પાણીને ઠંડુ થવા દો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો રૂ ની મદદથી ચાના પાણીને વાળના મૂડમાં લગાડો અને હળવા હાથે મસાજ કરો. ચાનું પાણી લગાડ્યા પછી 30 મિનિટ સુધી તેને રહેવા દો અને પછી સામાન્ય પાણીથી તેને સાફ કરો. ચા પત્તી લગાડ્યાના બીજા દિવસે વાળને શેમ્પુ કરવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news