બીમારીઓ રહેશે દૂર, શરીર રહેશે ફિટ, બસ ખાવામાં અપનાવો આ સરળ રીત, જાણો શું છે 80:20નું સૂત્ર
ફિટ રહેવાની દરેક લોકોની ઈચ્છા હોય છે, પરંતુ તે માટે યોગ્ય આહાર અને જીવનશૈલીની પસંદગી કરવી પણ જરૂરી હોય છે. જ્યાં ઘણા ડાઇટ પ્લાન અને ઉપાય હાજર છે, તો 80/20 નો આહાર નિયમ ખુબ પ્રસિદ્ધ છે.
Trending Photos
Diet Formula: ફિટ અને હેલ્ધી રહેવું દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. ફિટનેસ માટે યોગ્ય આહાર જરૂરી છે.સ્વાસ્થ્યનો મૂળ મંત્ર સંતુલિત આહાર માનવામાં આવે છે. સમયાંતરે વિવિધ ડાયટ પ્લાન અને ફિટનેસ ટિપ્સ આવતા રહે છે, પરંતુ તેમાંથી બહુ ઓછા લોકોને લાંબા સમયથી ફાયદો થયો છે. પરંતુ '80:20 આહાર નિયમ'ની અસર લોકો પર જોવા મળી રહી છે. આનો અર્થ એ છે કે આપણી થાળીના 80% ભાગમાં આપણે શાકભાજી, ફળો, સલાડ, પ્રોટીન વગેરે જેવી આરોગ્યપ્રદ વસ્તુઓ લેવી જોઈએ અને માત્ર 20% કાર્બોહાઈડ્રેટ્સ અને મીઠાઈઓ સાથે લેવી જોઈએ. આ સરળ સી ટિપ આહારને સંતુલિત કરવા અને ફિટ રહેવા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ છે.
આપણે બધા આપણા જીવનમાં સંતુલન શોધીએ છીએ. ખાસ કરીને જ્યારે વાત સ્વાસ્થ્ય અને જીવનના આનંદ લેવાની હોય છે. 80:20 નું આહાર સૂત્ર સંતુલિત સ્થાપિત કરવામાં મદદ કરે છે. તમે ખાવા-પીવાની મજા પણ વધારી શકો છો અને તમારી ડાઇટ પર સંતુલિત કરી શકો છો. જ્યારે તમે 80 ટકા સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ ખાવ છો તો તમે વધુ પોષક તત્વો, ફાઇબર અને અન્ય જરૂરી વસ્તુને તમારા શરીરમાં સામેલ કરો છો, જે તમને ફિટ રાખે છે. તો 20 ટકા સમય જ્યારે તમે તમારી પસંદગીની વસ્તુ ખાવ છો તો તમને માનસિક સંતોષ મળે છે અને તેનાથી તમે લાંબા સમય સુધી સ્વાસ્થ્યપ્રદ આહાર લઈ શકો છો. જો તમે ઈચ્છો છો કે તમારૂ જીવન સંતુલિત અને સ્વાસ્થ્યપ્રદ રહે તો તમે 80:20 ના આહાર સૂત્રને અપનાવી શકો છો.
80:20 ના આહાર નિયમના ફાયદા જાણો
- આ આહારને સંતુલિત બનાવે છે અને દરેક પોષક તત્વોને સામેલ કરે છે.
- તેનાથી વજન પર નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.
- તે ઓવરઈટિંગની સંભાવના ઘટાડે છે.
- તેનાથી પાચન તંત્ર સારૂ રહે છે.
- 80:20 નિયમતી ઉર્જાનું સ્તર જળવાય રહે છે.
- તમને હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચાવવામાં સહાયક છે.
- તેનાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે.
- ફિટનેસ અને સ્વાસ્થ્ય સારૂ રહે છે.
Disclaimer: સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે તેનો અમલ કરતા પહેલા ડોક્ટર કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે