સવારે ખાલી પેટ આ 4 હર્બલ ડ્રિંક્સ પીવો, માત્ર 1 મહિનામાં જ 40 થી 32 થઈ જશે કમર
Herbal Drinks Benefits: જો કોઈને ઓબેસિટી ઓછી હોય તો કોઈએ પોતાનું ફિગર જાળવી રાખવું પડે છે. આ માટે, લોકો શ્રેષ્ઠથી શ્રેષ્ઠ વિકલ્પ શોધી રહ્યા છે. પરંતુ જો તમે અહીં જણાવેલ આ હર્બલ ડ્રિંક્સનું દરરોજ સવારે ખાલી પેટ સેવન કરશો તો માત્ર એક મહિનામાં તમારી કમરનું કદ ઘટી જશે. ચાલો શોધીએ....
Trending Photos
Weight Loss Herbal Drinks: આજના સમયમાં મોટાપો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેનાથી ઘણા લોકો પરેશાન છે. વધુ વજન હોવાને કારણે લોકોને ગંભીર બીમારી થવાનો ખતરો પણ રહે છે. વધુ વજનને કારણે લોકોને ખુબ સમસ્યા પણ થાય છે. આ બધુ લાઇફસ્ટાઇલમાં કરેલી ભૂલને કારણે થાય છે. ખોટા સમયે ઊંઘવુ-ઊઠવું, ખોટી રીતે અને ખોટા સમયે ખાવુ, એક્સરસાઇઝ ન કરવી આ બધુ સામેલ છે.
મોટાપો વધવાથી સૌથી પહેલા વ્યક્તિને ટાઇપ-2 ડાયાબિટીસ, હાર્ટની સમસ્યા થવાનો ખરતો રહે છે. તેવામાં વજન ઘટાડવા માટે લોકો અનેક પ્રયાસો કરે છે. તેમ છતાં તેનું વજન ઘટતું નથી. અમે આજે તમને વજન ઘટાડવાની દેશી રીત જણાવીશું. તે માટે તમારે સવારે ખાલી પેટ કેટલાક વિશેષ પ્રકારના ડ્રિંક્સનું સેવન કરવું પડશે. આ હર્બલ ડ્રિંક્સ છે, જેને ખાલી પેટ પીવાથી તમારૂ વજન ઘટવાનું શરૂ થઈ જશે.
1. મેથીનું પાણી
એક અહેવાલ અનુસાર વજન ઘટાડવા માટે દેશી નુસ્ખામાં મેથી ખુબ ઉપયોગી છે. તેથી સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાનું શરૂ કરો. રાત્રે તમે 2 ચમચી મેથી પલાળી દો. રાત્રભર પલાળ્યા બાદ સવારે તેને ગાળીને તેનું પાણી પી લો. મેથીના દાણામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટી-ઈમ્ફ્લામેટરી ગુણ હોય છે. તમે સવારના સમયે મેથીના દાણાને પાણીમાં નાખી ગરમ કરી ત્યારબાદ ઠંડુ કરી પી શકો છો.
2. જીરાનું પાણી
સવારની શરૂઆત જીરાના પાણીથી કરો. જીરામાં પણ ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઇબર હોય છે, જેને પીવાથી ભુખ લાગતી નથી. સાથે જીરાનું પાણી તમારા શરીર અને મનને દિવસભર ફ્રેશ રાખે છે. જીરામાં અરોમાવાળા ગુણ પણ છે, જેનાથી બ્લોટિંગ, કબજીયાતની સમસ્યા ખતમ થઈ જાય છે.
3. આદુનું પાણી
વજન ઘટાડવા માટે તમે હર્બલ ડ્રિંક્સમાં આદુનું પાણી પી શકો છો. આ હર્બલ ડ્રિંક્સને સવારે ખાલી પેટ પીવાની સાથે તમારૂ વજન ઘટડા લાગશે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ હોય છે. આદુમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. સાથે તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ અને એન્ટીઇમ્ફ્લામેટરી ગુણો પણ હોય છે.
4. તુલસીનું પાણી
ફેટ ઘટાડવા માટે તુલસીનું પાણી ખુબ ઉપયોગી છે. તેને તમે સવારે ખાલી પેટ પીવો. ઈચ્છો તો તુલસીના પાંદને પાણીમાં ગરમ કરી પી શકો છો. રાત્રે તમે તુલસીના પાંદડાને પલાળીને રાખી શકો છો. સવારે ઉઠીને તે પી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે