Weight Loss: આ છે પેટ, કમર અને સાથળની ચરબી ઉતારવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય, ફટાફટ જાણી લો તમે પણ
Weight Loss:વજન વધે છે ત્યારે પેટ, સાથળ અને કમરના ભાગે પણ ચરબીના થર દેખાવા લાગે છે. જેને બેલીફેટ કહેવાય છે. બેલીફેટથી મુક્તિ મેળવવા માટે લોકો કલાકો સુધી એક્સરસાઇઝ પણ કરે છે. પરંતુ આ ચરબી ઝડપથી ઉતરવાનું નામ નથી લેતી. આ કામ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. કારણ કે પેટ પર જામેલી ચરબીના થરને તમે એક વસ્તુના ઉપયોગથી દૂર કરી શકો છો.
Trending Photos
Weight Loss: જે લોકોનું વજન વધેલું હોય છે તે વજન ઘટાડવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. વજન ઘટાડવાના પ્રયત્નો વચ્ચે શિયાળામાં ઘણી વખત વજન વધી જતું હોય છે અને પેટની ચરબી બહાર દેખાવા લાગે છે. વજન વધે છે ત્યારે પેટ, સાથળ અને કમરના ભાગે પણ ચરબીના થર દેખાવા લાગે છે. જેને બેલીફેટ કહેવાય છે. બેલીફેટથી મુક્તિ મેળવવા માટે લોકો કલાકો સુધી એક્સરસાઇઝ પણ કરે છે. પરંતુ આ ચરબી ઝડપથી ઉતરવાનું નામ નથી લેતી. આ કામ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. કારણ કે પેટ પર જામેલી ચરબીના થરને તમે રસોડામાં રહેલા એક મસાલાથી પણ દૂર કરી શકો છો.
પેટ અને કમરની ચરબીને ઉતારી અને શરીરને સુડોળ બનાવવા માટે હળદર ઉપયોગી છે. હળદર એવો જાદુઈ મસાલો છે જે પેટની ચરબીને ઓગાળે છે. હળદર ભોજનમાં સ્વાદ અને રંગ આપવાની સાથે વજન ઓછું કરવા માટે પણ ઉપયોગી છે.
હળદરમાં એન્ટી બેકટેરિયલ, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ફંગલ ગુણ હોય. સાથે જ તેમાં રહેલા વિટામિન સી, પોટેશિયમ, ફાઇબર, ઝીંક, થાયમિન જેવા પોષક તત્વો શરીરને અલગ અલગ સમસ્યાઓથી બચાવે છે. હાલ શિયાળો છે ત્યારે લીલી હળદર પણ સરળતાથી મળી રહે છે. તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. ખાસ કરીને જો વજન ઓછું કરવું હોય તો તેના માટે હળદરનું પાણી સૌથી વધારે અસર કરે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે વજન ઘટાડવા માટે હળદરવાળું પાણી કેવી રીતે તૈયાર કરવું.
વજન ઓછું કરવા માટે હળદર પાવડર અથવા કાચી હળદરને પાણીમાં ઉકાળીને પીવાની હોય છે. આ પાણી સવારે ખાલી પેટ પીવાથી ઝડપથી વજન ઉતરે છે. તેના માટે બે ગ્લાસ પાણીમાં હળદરના 2 ટુકડા ઉમેરો અથવા તો એક ચમચી હળદરનો પાવડર ઉમેરી બરાબર ઉકાળો. પાણી જ્યારે એક ગ્લાસ જેટલું બચે તો ગેસ બંધ કરો અને પાણીને ગાળીને હુંફાળું હોય ત્યારે પી જાવ. સવારે હળદરવાળું પાણી પીવું ન હોય તો તમે હળદર વાળું દૂધ પણ પી શકો છો. જોકે હળદરવાળું પાણી વધારે ઝડપથી અસર કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે