Sun Tanning: તડકાના કારણે ત્વચા પર થયેલી ટેનિંગને દુર કરવા ચહેરા પર લગાડો આ ઘરેલુ વસ્તુઓ, તુરંત થશે ફાયદો
Home Remedies For Sun Tanning: ઉનાળામાં થતી ટેનિંગની સમસ્યાને દૂર કરવી હોય તો તમે કેટલા ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. ઉનાળા દરમિયાન જો તમે આ ઘરેલુ નુસખા અજમાવશો તો ચહેરા પર થયેલું ટેનિંગ ઝડપથી દૂર થઈ જશે.
Trending Photos
Home Remedies For Sun Tanning: ગરમીના દિવસો ત્વચા માટે મુશ્કેલી ભર્યા હોય છે. તડકા અને ગરમ હવાના કારણે ત્વચાને સૌથી વધુ નુકસાન થતું હોય છે. ગરમીથી બચવા માટે તો આપણે ઘણા બધા ઉપાય કરીએ છીએ પરંતુ તેમ છતાં થોડીક વાર માટે પણ બહાર જવાનું થાય તો ત્વચા પર ટેનિંગ થઈ જાય છે. ઉનાળામાં થતી ટેનિંગની સમસ્યાને દૂર કરવી હોય તો તમે કેટલા ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. ઉનાળા દરમિયાન જો તમે આ ઘરેલુ નુસખા અજમાવશો તો ચહેરા પર થયેલું ટેનિંગ ઝડપથી દૂર થઈ જશે.
ટેનિંગ દૂર કરવાના ઘરેલુ ઉપાય
કોફી
એક કપ કોફી તમને રિફ્રેશ કરી શકે છે. આ કોફી સ્કિન પર થયેલા ટેનિંગને પણ દૂર કરવામાં મદદગાર છે. તેના માટે એક બાઉલમાં કોફી પાવડર લઈ તેમાં લીંબુનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાડો. જ્યારે તે સુકાઈ જાય તો હળવા હાથે મસાજ કરી ચહેરો ધોઈ લો.
કાકડી અને ગુલાબજળ
એક વાટકીમાં કાકડીનો રસ કાઢો અને તેમા થોડું ગુલાબજળ મિક્સ કરો. હવે આ મિશ્રણને રૂની મદદથી ચહેરા પર લગાડો અને થોડીવાર સુકાવા દો. ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લો.
નાળિયેરનું દૂધ
નાળિયેરનો ઉપયોગ અલગ અલગ રીતે સ્કીન કેરમાં કરવામાં આવે છે. પરંતુ ઉનાળા દરમિયાન જો નાળિયેરનું દૂધ કાઢીને તમે તેને ચહેરા પર લગાડો છો તો ચહેરો હાઈડ્રેટ થાય છે અને સન ટેન પણ દૂર થઈ જાય છે.
ઓટ્સ
વજન ઘટાડવા માટે ઓટ્સનું સેવન કરવામાં આવે છે. આ ઓટ્સ ચહેરાની સુંદરતા પણ વધારી શકે છે. તેના માટે એક ચમચી ઓટ્સનો પાવડર કરી તેમાં દહીં મિક્સ કરી સ્કીન પર અપ્લાય કરો. 10 થી 15 મિનિટ પછી હળવા હાથે મસાજ કરી ચહેરો સાફ કરી લો.
લીંબુ અને મધ
લીંબુ અને મધ પણ સ્કીન માટે બેસ્ટ ઔષધી છે. લીંબુના રસમાં મધ મિક્સ કરી ચહેરા પર લગાડવું જોઈએ. તેનાથી સન ટેનિંગ ઝડપથી દૂર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે