Fungal Infection: માથામાં થયેલા ફંગલ ઈન્ફેકશનથી દવા વિના છુટકારો મેળવવા ટ્રાય કરો આ ઘરેલુ નુસખા

Fungal Infection: આજે તમને સ્કેલ્પમાં થયેલા ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવાના અસરકારક ઘરેલુ નુસખા વિશે જણાવીએ. આ નુસખા ફોલો કરીને તમે ફંગલ ઇન્ફેક્શનથી સરળતાથી મુક્તિ મેળવી શકો છો. 

Fungal Infection: માથામાં થયેલા ફંગલ ઈન્ફેકશનથી દવા વિના છુટકારો મેળવવા ટ્રાય કરો આ ઘરેલુ નુસખા

Fungal Infection: વરસાદી વાતાવરણ અનેક લોકો માટે સમસ્યાનું કારણ બની જાય છે. કારણ કે વરસાદી વાતાવરણમાં ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓ વકરે છે. ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન આવા વાતાવરણમાં વધી જતું હોય છે. ફંગલ ઇન્ફેક્શનના કારણે ત્વચા પર રેશિસ અને ખંજવાળ વધી જાય છે. તેમાં પણ ફંગલ ઇન્ફેક્શન જો સ્કેલ્પ એટલે કે માથાની ત્વચામાં થાય તો મુસીબત વધી જાય છે.

વરસાદી વાતાવરણમાં સ્કેલ્પમાં ફંગલ ઇન્ફેક્શન વધી જવાનું કારણ હોય છે કે વરસાદના પાણીમાં વારંવાર માથું પલળી જતું હોય છે. જેના કારણે માથાની ત્વચામાં ગંદકી જામી જાય છે. આ સિવાય ભીના વાળ બાંધી રાખવાથી માથામાં ભેજનું પ્રમાણ વધી જાય તો પણ ફંગલ ઇન્ફેક્શન થાય છે. આજે તમને સ્કેલ્પમાં થયેલા ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવાના અસરકારક ઘરેલુ નુસખા વિશે જણાવીએ. આ નુસખા ફોલો કરીને તમે ફંગલ ઇન્ફેક્શનથી સરળતાથી મુક્તિ મેળવી શકો છો. 

ટી ટ્રી ઓઇલ 

ફંગલ ઇન્ફેક્શનથી રાહત મેળવવામાં આ ટી ટ્રી ઓઇલ તમને મદદ કરશે. તેમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે ઇન્ફેક્શનને મટાડે છે. તમે જે તેલ રેગ્યુલર ઉપયોગ કરતા હોય તેમાં અથવા તો નાળિયેરના તેલમાં થોડું ટી ટ્રી ઓઇલ ઉમેરીને સ્કેલ્પમાં લગાવો. 30 મિનિટ પછી વાળને શેમ્પુથી ધોઈ લો. 

વિનેગર 

એપલ સાઇડર વિનેગર પણ ફંગલ ઇન્ફેક્શનને વધતા અટકાવે છે. વિનેગર અને પાણીને સમાન માત્રામાં મિક્સ કરી સ્કેલ્પ પર લગાવો. 15 થી 20 મિનિટ પછી વાળને પાણીથી સારી રીતે ધોઈ લો. 

કડવો લીમડો 

કડવા લીમડાના પાનમાં એન્ટિ ફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. આ ગુણ માથામાં ઇન્ફેક્શનને વધતા અટકાવે છે અને થયેલા ઇન્ફેક્શનને મટાડે છે. તેના માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પછી આ પાણીથી વાળ ધોવાનું રાખો. લીમડાના પાનની પેસ્ટ બનાવીને તમે સ્કેલ્પ પર માસ્ક તરીકે લગાવી પણ શકો છો. 

એલોવેરા 

એલોવેરામાં પણ ફંગલ ઇન્ફેક્શનથી રાહત આપનાર તત્વ હોય છે. ફંગલ ઇન્ફેક્શનને મટાડવા માટે ફ્રેશ એલોવેરા જેલને સ્કેલ્પ પર લગાવો. 30 મિનિટ પછી વાળ ધોઈ લો. 

લસણ 

લસણની કળીની પેસ્ટમાં નાળિયેર તેલ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. હવે જ્યાં પણ ઇન્ફેક્શન થયું હોય ત્યાં આ પેસ્ટને લગાવો. 20 મિનિટ પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news