ઝોલાછાપ નકલી ડોક્ટરો પર તવાઈ! ગુજરાતના આ શહેરમાં હાથ ધરાયું મેગા સર્ચ ઓપરેશન
તમે જોયું હશે કે ગરબી અને અંતરિયાળ વિસ્તારમાં કંપાઉન્ડરો પણ ડોક્ટર બનીને બેસી જાય છે. જેને પાટો બાંધતા પણ ના આવડતું હોય એ સર્જરી કરવા લાગે છે. આવા નકલી ડોક્ટરોની હવે ખૈર નથી...ઠેર ઠેર હાથ ધરાઈ રહ્યાં છે મેગા સર્ચ ઓપરેશન...જાણો કેટલાં ઝડપાયાં...
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ એસઓજી બાદ સુરત પાંડેસરા પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાંથી પોલીસે બોગસ તબીબોનો રાફડાને ઝડપી પાડવામાં આવ્યો હતો આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી જેઓ અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઉભું કરી રૂપિયા 50થી લઈને બસો રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસે 15 જેટલા ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસે અલગ અલગ ઇન્જેક્શન, સીરપ મળી કુલે રૂ 59 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો
સુરત SP ઝેડ.આર.દેસાઈ એ જણાવ્યુંકે, સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથકના પીઆઇ ને સૂચના આપવામાં આવી હતી કે જ્યાં પણ બોગસ તબીબોનો રાફડો હોય અમે લોકોના આરોગ્ય સાથે જ્યાં પણ ચેડાં થતા હોય ત્યાં રેડ કરવામાં આવે. આવા તબીબો સામે ગુનો નોંધી તેમને જેલ હવાલે કરવામાં આવે. ત્યારે પાંડેસરા પોલીસ દ્વારા આજે બપોરના સમયે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત SP ઝેડ.આર.દેસાઈ એ જણાવ્યુંકે, પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર ડમી દર્દીઓ મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આવા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ડિગ્રી વગરના 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા આ એવા તબીબો હતા જેમની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી જેઓ અગાઉ કોઈ હોસ્પિટલ કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા.
સુરતમાં પકડાયેલાં બોગસ ડોકટરોના નામઃ
1.રાજારામ ડૂબે
2.યોગેશ પાટીલ
3.રાજેશ પટેલ
4.બ્રજભુષણસીંગ તારકેશ્વરસીંગ રવાની
5.રાજકુમાર સોહનલાલ ગુપ્તા
6.પ્રદિપ મોતીલા પાંડે
7.બાબુલાલ યાદવ
8.મુકેશ કમલાકાત્ન હાજરા
9.રણજીતકુમાર પારસભાઇ વર્મા
10.અખીલ રોય
11.ચન્દ્રભાન કેદારનાથ પટેલ
12.ઓમકારનાથ રામપ્રસાદ કર્ણધાર
13.રાજનારાયણ શ્રીબંસી યાદવ
14.મનોજ સુખભેન્દ્ર મિશ્રા
15.પ્રમોદ અમરેજ મૌર્ય
સુરત SP ઝેડ.આર.દેસાઈ એ વધુમાં જણાવ્યુંકે, પોલીસના હાથે ઝડપાયેલાં બોગસ ડોક્ટરોમાં કેટલાક તો માત્ર ધોરણ ૧૦ થી ૧૨ સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ સેવા તબીબ તરીકે આપતા હતા અને ગરીબ દર્દીઓ પાસેથી રૂપિયા 50 થી લઈ 200 સુધીનો ચાર્જ વસુલતા હતા.દરોડા દરમિયાન સુરત પોલીસે બોગસ તબીબો પાસેથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સીરપ સહિત કુલ રૂ.59350 નો મુદામાલ કબ્જે કરી સઘન પૂછતાછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ પહેલા અલગ અલગ દવાખાનામાં પટાવાળાની નોકરી કરતાં હોય અને ત્યારબાદ પોતાને દવામાં ખબર પડવા લાગતાં દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું શરૂ કરી દિધેલ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે