Wrinkle Free Skin: કરચલીઓને વધતી અટકાવવા આ સફેદ વસ્તુને લીંબુના રસમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો, સ્કિન દેખાશે યંગ
How To Get Wrinkle Free Skin: ચહેરા પરની કરચલીઓ અને ડાઘ વધતી ઉંમરની ચાડી ખાય છે. આ સમસ્યાને તમે લીંબુના રસનો ઉપયોગ કરીને દુર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ લીંબુના રસમાં શું મિક્સ કરીને લગાડવાથી ત્વચા પર પડતી કરચલીઓ અટકી જાય છે.
Trending Photos
How To Get Wrinkle Free Skin: સ્કીન કેર અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. ફટકડી ખાવા પીવાની વસ્તુમાં પણ વપરાય છે. ફટકડી ત્વચા માટે એટલા માટે લાભકારી છે કે તેમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટી બાયોટિક્સ પ્રોપર્ટી હોય છે. આ તત્વ સ્કીન અને વાળની સમસ્યાઓને દૂર કરી શકે છે. ફટકડીનો ઉપયોગ કરવાની બેસ્ટ રીત છે લીંબુના રસ સાથે તેને મિક્સ કરીને ઉપયોગમાં લેવી. જો તમે થોડા ફટકડીના પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર અપ્લાય કરો છો તો તેનાથી જોરદાર ફાયદા જોવા મળે છે.
ફટકડી અને લીંબુના રસથી થતા ફાયદા
1. સ્કીન કેર માટે ફટકડી અને લીંબુનો રસ ફાયદાકારક છે. ફટકડીના પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરીને આ મિશ્રણ ચહેરા પર લગાડવાથી વધતી કરચલીઓ અટકે છે. જો તમારા ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય અને ચહેરાની ત્વચા ઢીલી પડી ગઈ હોય તો ચહેરા પર લીંબુના રસમાં ફટકડી મિક્સ કરીને લગાવો
2. ઘણા લોકોને ચહેરા પર ડાઘ અને ડાર્ક સ્પોટ દેખાવા લાગે છે. આ પ્રકારના ડાર્ક સ્પોટ ને દૂર કરવામાં પણ ફટકડી મદદ કરે છે. ફટકડીમાં લીંબુનો રસ મિક્સ કરીને આ મિશ્રણને ચહેરા પર અપ્લાય કરવાથી એકને, પિંપલ અને ડાર્ક સ્પોટની તકલીફ દૂર થઈ શકે છે.
3. ચહેરા પર ડેડ સ્કીન જામી ગઈ હોય તો ચહેરો ડલ દેખાય છે. જો તમે ફટકડીમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર અપ્લાય કરી મસાજ કરીને તેને સાફ કરો છો તો ડેડ સ્કિન દૂર થઈ જાય છે. ફટકડી સ્કીનને એક્સફોલીએટ કરે છે અને ડીપ ક્લિનિંગમાં મદદ કરે છે. ફટકડી અને લીંબુનો રસ ઉપયોગમાં લેવાથી ચહેરા પર નિખાર વધે છે.
4. ફક્ત ચહેરા માટે જ નહીં ફટકડી વાળ માટે પણ ફાયદાકારક છે. ફટકડીમાં જે એન્ટી બેકટેરિયલ તત્વ હોય છે તે ડેન્ડ્રફથી મુક્તિ અપાવી શકે છે. તેના માટે લીંબુના રસમાં ફટકડી મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. ત્યાર પછી શેમ્પુ કરી લો.
5. જો તમારા વાળ ડ્રાય અને બેજાન હોય તો ફટકડી અને લીંબુના રસનું મિશ્રણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નાળિયેરના તેલમાં ફટકડી અને લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવો. 5 થી 10 મિનિટ મસાજ કરીને વાળને ધોઈ લો. આમ કરવાથી વાળમાં શાઈન વધશે અને સોફ્ટનેસ આવશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે