Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થઈ જશે

Kitchen Hacks: શિયાળામાં આદુનો વપરાશ વધી જાય છે. આદુનો ઉપયોગ કરવો સરળ છે પરંતુ તેની છાલ સાફ કરવી મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે કે વાંકાચૂંકા આદુની છાલ સાફ કરવામાં સમય વધારે લાગે છે. પરંતુ આવું તમારી સાથે હવે નહીં થાય. આજે તમને આદુ સાફ કરવાની 3 સરળ રીતો જણાવીએ.

Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થઈ જશે

Kitchen Hacks: આદુ દરેક ઘરના રસોડામાં વપરાતી વસ્તુ છે. શિયાળામાં તો આદુનો ઉપયોગ વધી જાય છે. ચાથી લઈને શરદી ઉધરસની દવા તરીકે પણ આદુનો ઉપયોગ થાય છે. આદુનો ઉપયોગ કરવાથી વસ્તુનો સ્વાદ વધી જાય છે અને આદુ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. પરંતુ આદુની છાલ કાઢવી મુશ્કેલ અને સમય માંગી લેતું કામ છે. 

આદુની છાલ સાફ કરવામાં સમય વધારે જાય છે. પરંતુ આદુની છાલને સમય બગાડ્યા વિના ઝડપથી સાફ કરવી પણ શક્ય છે. આજે તમને આદુની છાલ કાઢવાની ત્રણ સરળ રીત જણાવીએ. આ ટિપ્સની મદદથી તમારું કામ ગણતરીની મિનિટોમાં થઈ જશે. વાકુંચૂકું આદુ પણ આ ટ્રીકની મદદથી એક મિનિટમાં સાફ થઈ જશે. 

આદુ સાફ કરવાની સરળ રીત 

1. આદુને સૌથી પહેલા પાણીથી ધોઈ અને સાફ કરી લો. ત્યાર પછી ચમચી લેવી અને તેની ધાર વડે આદુની છાલ ઘસો. ચમચીની મદદથી આદુની છાલ સરળતાથી નીકળી જાય છે. ચમચીની મદદથી આદુના ખૂણે ખૂણા માંથી છાલ કાઢવી સરળ રહે છે. 

2. આદુને પાણીમાં પલાળી રાખો અને ત્યાર પછી પાણીમાંથી કાઢી કોરું કરી લો. હવે પીલર એટલે કે છાલ ઉતારવાની ચાકુથી ધીરે ધીરે આદુની છાલ ઉતારો. પીલરની મદદથી છાલ ઉતારવી હશે તો આદુને ટુકડામાં કાપવું પડશે. આદુને ટુકડામાં કાપી લીધા પછી છાલ ઉતારશો તો ઝડપથી કામ થશે. 

3. આદુને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દો. પાણીમાંથી કાઢીને તેને કપડા પર રાખી કોરું કરી લો. ત્યાર પછી હાથની મદદથી આદુની છાલ કાઢશો તો પણ નીકળી જશે. ચમચીની મદદથી પણ તમે આદુની છાલ કાઢી શકો છો. 

આ વાતનું રાખો ધ્યાન 

જો તમે આદુને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગો છો અને તેને ફ્રેશ રાખવા માંગો છો તો છાલ ઉતાર્યા વિના જ તેને સ્ટોર કરવું જોઈએ. આદુની છાલમાં પણ પોષક તત્વ હોય છે તેથી આદુને પાણી વડે સરખી રીતે સાફ કરીને તેની છાલ કાઢ્યા વિના પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news