Tanning: નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા

Tanning: તડકાના કારણે અને ધૂળના કારણે પગની ઉપરની ત્વચા પર ટૈનિંગ ઝડપથી થઈ જાય છે. ટૈનિંગના કારણે પગ પર નિશાન બની જાય છે જે ખુબ ખરાબ લાગે છે. આ ટૈનિંગને ઘરમાં રહેલી વસ્તુથી 1 દિવસમાં દુર કરી શકાય છે. 

Tanning: નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા

Tanning: ગરદન, હાથ અને પગ પર ટૈનિંગના કારણે ઘણા લોકો પરેશાન હોય છે. છોકરાઓની સરખામણીમાં આ સમસ્યા છોકરીઓને વધારે સતાવે છે. તડકામાં વધારે સમય રહેવાથી ટૈનિંગની તકલીફ થઈ જાય છે. આ તકલીફ શિયાળામાં વધી જતી હોય છે. કારણ કે શિયાળામાં તડકામાં બેસવાને લીધે સૌથી વધારે પગની ત્વચા કાળી પડી જાય છે. જો આ રીતે કાળી પડેલી ત્વચાને નોર્મલ કરવી હોય અને ટૈનિંગ દૂર કરવું હોય તો આજે તમને એક અસરકારક ઉપાય જણાવીએ.

પગ આપણા શરીરનો સૌથી નીચેનો ભાગ હોય છે અને તે સૌથી વધુ ગંદા પણ થાય છે. તેથી જ પગની માવજત કરવી પણ જરૂરી છે. જો પગની ત્વચા કાળી હોય તો તે ખૂબ જ ખરાબ લાગે છે. પગની ઉપરની ત્વચા પર ટૈનિંગ થઈ ગયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ ટૈનિંગને દૂર કરવાનો ઘરેલુ ઉપાય આજે તમને જણાવીએ. આ ઘરેલું ઉપાય ખૂબ જ સરળ છે અને તેમાં જે વસ્તુ વાપરવાની છે તે દરેક ઘરમાં ઉપલબ્ધ જ હોય છે. એટલે કે બહારથી કોઈ વસ્તુ લેવાની પણ જરૂર નહીં પડે. 

કોફી પાવડર અને નાળિયેર તેલ 

પગ પરનું ટૈનિંગ દૂર કરવા માટે સ્ક્રબિંગ સૌથી વધુ ફાયદાકારક છે. તેના માટે નાળિયેર તેલને ગરમ કરી તેમાં કોફી પાવડર મિક્સ કરો. આ બંને વસ્તુ ત્વચા માટે રામબાણ ઈલાજ છે. કોફી ત્વચા પર જામેલી ડેડ સ્કિનને દૂર કરે છે. સાથે જ નાળિયેર તેલ ત્વચાને પોષણ આપે છે અને ગ્લો વધારે છે. તો ચાલો તમને જણાવીએ નાળિયેર તેલ અને કોફીને કેવી રીતે અપ્લાય કરવું ?

એક ચમચી નાળિયેર તેલમાં બે ચમચી કોફી પાવડર મિક્સ કરો. શિયાળામાં તેલ જામી જાય છે તેથી થોડું ગરમ કરીને કોફી પાવડર ઉમેરવો. આ મિશ્રણને પગ પર લગાવો અને 10 થી 15 મિનિટ માટે મસાજ કરો. અઠવાડિયામાં 2 વખત આ રીતે મસાજ કરશો એટલે તમે જોશો કે તમારા પગની ત્વચા નોર્મલ થવા લાગી છે અને ટૈનિંગ દૂર થવા લાગ્યું છે. 

આ વાતનું રાખો ધ્યાન 

- સ્ક્રબ કરતા પહેલા પગને સારી રીતે ધોઈ અને સુકાવી લેવા. 
- જો તમારી ત્વચા વધારે પડતી ડ્રાય હોય તો આ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. 
- પગ પર કોઈ ઈજા કે સ્કિન ઇન્ફેક્શન હોય તો પણ આ ઉપાય ટ્રાય કરવાથી બચવું. 
- સ્ક્રબ કર્યા પછી પગને હૂંફાળા પાણીથી ધોવા. પગની કોરા કરીને તેના પર સારું મોઈશ્ચુરાઈઝર લગાડવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news