White Hair: સફેદ વાળે લુક પર લગાવી દીધો છે ડાઘ? તો સરસવના તેલમાં આ વસ્તું મિક્સ કરી લગાવો
White Hair Problems Solution: કોઈ વ્યક્તિ ઈચ્છતો નથી કે જવાનીમાં તેના વાળ સફેદ થઈ જાય. પરંતુ આજકાલ સફેદ વાળ સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ કેટલાક ઉપાયોથી આ સફેદ વાળને દૂર કરવામાં મદદ મેળવી શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ Mustard oil for Premature White Hair: મોટી ઉંમરમાં વાળ સફેદ થઈ જાય તો વ્યાજબી છે, પરંતુ જો 20-25 વર્ષની ઉંમરમાં તમારા માથા પર સફેદ વાળ આવવા લાગે તો ચિંતા વધી જાય છે. પછી તેના કારણે તમારા મિત્ર મજાકમાં અંકલ કે આંટી બોલાવવા લાગે ત્યારે શરમ અને લો-કોન્ફિડન્સનો સામનો કરવો પડે છે. વાળ સફેદ થવા પાછળ ઘણા કારણ હોઈ શકે છે, જેમાં ફેમેલી હિસ્ટ્રી, તણાવમાં રહેવું, હેલ્ધી ડાયટ ન લેવું, વાળે માટી-ધૂળથી ન બવાવવા અને તેનું યોગ્ય રીતે પોષણ ન કરવાનું સામેલ છે.
સફેદ વાળને કઈ રીતે કરશો કાળા?
સફેદ વાળને છુપાવવા માટે ઘણા લોકો કેમિકલ બેસ્ડ હેર ડાઈ કે હેર કલરનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. તેવામાં સફેદ વાળને દૂર કરવા માટે નેચરલ ઉપાયનો સહારો લેવો પડે છે. તમે ઈચ્છો તો સરસવના તેલનો ખાસ રીતે ઉપયોગ કરી સફેદ વાળથી છુટકારો મેળવી શકો છો.
સરસવના તેલનો ઉપયોગ રસોઈના તેલ તરીકે વ્યાપકપણે થાય છે, પરંતુ તે વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. આના દ્વારા માત્ર વાળને પોષણ જ નથી મળતું પરંતુ ખોડો અને ડ્રાય સ્કૅલ્પની સમસ્યા પણ દૂર થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે સરસવના તેલના સતત ઉપયોગથી વાળની કાળાશ પણ બરકરાર રહે છે.
સરસવના તેલની સાથે આ વસ્તુ કરો મિક્સ
1. આંબળા
આંબળામાં વિટામિન સી સહિત ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે વાળ માટે લાભકારી સાબિત થઈ શકે છે. જો તમે સફેદ વાળને ફરીથી કાળા કરવા ઈચ્છો છો તો સરસવના તેલમાં આંબળાનો પાઉડર મિક્સ કરો અને ગરમ કરી લો. પછી ઠંડુ થાય એટલે માથામાં લગાવો,. થોડો દિવસ કરવાથી તેની અસર જોવા મળશે.
2. વરિયાળી
તમે પુરી, શાક અને અથાણું બનાવવા માટે વરિયાળીનો ઉપયોગ કર્યો જ હશે, પરંતુ શું તમે જાણો છો કે તે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સરસવના તેલમાં વરિયાળી ભેળવીને ગરમ કરો અને જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે માથામાં માલિશ કરો. તેનો નિયમિત ઉપયોગ વાળમાં કાળાશ લાવશે.
3. મેથી અને મીઠો લીંબડો
વાળને કાળા કરવા માટે તમે 6 ચમચી સરસવના તેલમાં 2 ચમચી નાળિયેરનું તેલ મિક્સ કરો. તેમાં બે ચમચી મેથીના દાણા અને કેટલાક મીઠા લીંબડાના પાંદડા ક્રશ કરી તેલની સાથે મિક્સ કરો અને એક સપ્તાહ માટે સ્ટોર કરી લો. હવે હળવું ગરમ કર્યા બાદ માથામાં માલિસ કરો. અડધો કલાક બાદ વાળને ધોઈ નાખો. મહિનામાં 15 દિવસ આ પ્રક્રિયા કર્યાં બાદ વાળમાં ફેરફાર થવા લાગશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે