Skin Care: ચણાનો લોટ, હળદર જ નહીં, આ 5 દેશી વસ્તુઓ પણ ચહેરા પર વધારે છે નેચરલ ગ્લો, આ રીતે કરો ઉપયોગ

Skin Care: ખીલ, ડલનેસ, ટૈનિંગ, ડેડ સ્કીન સહિતની ત્વચાની સમસ્યાઓની ચિંતાથી તમારે મુક્ત થવું હોય તો આજે તમને ઘરમાં રહેલી પાંચ એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરીને તમે સ્કિનને ગ્લોઇંગ, સુંદર અને શાઈની બનાવી શકો છો. આ વસ્તુઓ ત્વચાની કુદરતી સુંદરતાને વધારે છે.

Skin Care: ચણાનો લોટ, હળદર જ નહીં, આ 5 દેશી વસ્તુઓ પણ ચહેરા પર વધારે છે નેચરલ ગ્લો, આ રીતે કરો ઉપયોગ

Skin Care: યુવતીઓ જ નહીં આજના સમયના યુવકો પણ પોતાની સ્કીનનું ખાસ ધ્યાન રાખે છે. સ્કીન કેર કરવા માટે મોંઘામાં મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરી લેવામાં આવે છે. પરંતુ દરેક વ્યક્તિ માટે આ પ્રોડક્ટ અસરકારક હોતી નથી. કેટલાક લોકોની ત્વચા આવા પ્રોડક્ટના કારણે ખરાબ પણ થઈ જતી હોય છે. તેથી કોઈ પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા અનેક વખત વિચારવું પણ પડે છે. જો આવી ચિંતાથી તમારે મુક્ત થવું હોય તો આજે તમને ઘરમાં રહેલી પાંચ એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરીને તમે સ્કિનને ગ્લોઇંગ, સુંદર અને શાઈની બનાવી શકો છો. આ વસ્તુઓ ત્વચાની કુદરતી સુંદરતાને વધારે છે.

ત્વચાની સુંદરતા વધારતી 5 ઘરેલુ વસ્તુઓ

ટી ટ્રી ઓઇલ 

ટી ટ્રી ઓઇલ ત્વચાને સ્મુધ, સોફ્ટ અને શાઈની બનાવવાનું કામ કરે છે. તેમાં રહેલા તત્વો સ્કીન માટે ફાયદાકારક સાબિત થાય છે. તમે ડેઇલી સ્કિન કેર રૂટિનમાં ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ તેલના ફક્ત બે ટીપા ચહેરા પર લગાડવાથી સ્કીન ગ્લો કરવા લાગે છે. 

મધ 

ત્વચા પર મધનો ઉપયોગ કરવો પણ ફાયદાકારક સાબિત થાય છે તેનાથી ચહેરાની ડ્રાયનેસ દૂર થાય છે અને ત્વચા સોફ્ટ બને છે. મધ ત્વચાની ડેડ સ્કીનને પણ દૂર કરે છે. મધને ચહેરા પર ડાયરેક્ટ પણ લગાડી શકાય છે અને કોઈ ફેસપેકમાં મિક્સ કરીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. 

ટમેટા 

ટમેટાનો ઉપયોગ કરવાથી વધતી ઉંમરની અસરો ઓછી થાય છે. ટમેટાની પેસ્ટ બનાવીને અથવા તો તેનો રસ કાઢીને ચહેરા પર લગાડી શકાય છે. ટમેટાનો રસ ચહેરા પર લગાડવાથી ત્વચા પર દેખાતી કરચલીઓ ઘટવા લાગે છે અને સ્કીન ટાઇટ થાય છે. સાથે જ ત્વચાની ટેનિંગ પણ દૂર થઈ જાય છે. જેના કારણે ત્વચા બેદાગ બને છે. 

બદામનું તેલ 

બદામનું તેલ સ્કીન કોલેજનને વધારે છે. તેના કારણે સ્કીન ટાઈટ દેખાય છે. બદામનું તેલ સ્કીનની ડ્રાયનેસને દુર કરી સ્કીનને ગ્લોઇંગ અને સોફ્ટ બનાવે છે. બદામનું તેલ મોસ્ચ્યુરાઇઝર તરીકે કામ કરે છે. 

એગ વાઈટ

જે લોકો ઈંડાનો ઉપયોગ કરે છે તેઓ એગ વાઈટને સ્કીન કે રૂટિનમાં સામેલ કરી શકે છે. એગ વાઈટનો ઉપયોગ કરવાથી ત્વચામાં જમેલો મેલ અને ડેડ સ્કીન દૂર થાય છે. તેનાથી સ્કીન હેલ્ધી અને ગ્લોઇંગ દેખાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news