સ્કીન પ્રોબ્લેમ્સથી પરેશાન છો તો અપવાનો આ ઘરેલું ફેસપેક, ક્યારેય નહીં થાય સમસ્યા
ઋતુને અનુસાર સ્કીનની અલગ અલગ પ્રકારે દેખભાળ રાખવી જરૂરી છે. હવે ઠંડીની સિઝનમાં મુલાયમ અને ચમકદાર ચહેરો જોઈએ તો સ્કીનની એટલી જ સાર સંભાળ રાખવી પડશે. ત્યારે શિયાળામાં સ્કીન માટે ફેસપેક ખૂબ જરૂરી હોય છે. ત્યારે અહીં જાણો શિયાળા ઘરે સ્પેશ્યલ ફેસપેક બનાવવાની રીત.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ શિયાળામાં તમારી ત્વચાને વધુ કાળજીની જરૂર પડે છે. ઠંડીને લીધે ત્વચા ઝડપથી નમી ગુમાવે છે, જેના કારણે ત્વચાથી ગ્લો ઓછો થઈ જાય છે. તમારી સાથે પણ આવું ન બને તે માટે ખાસ ફેસપેક બનાવવાની રીત અહી શેર કરી છે. તમે તમારા ઘરે આરામથી આ તમામ ફેસપેક બનાવી શકો છો અને ચહેરા પર લગાવી શકો છો. કોઈપણ ફેસપેકને લગાવતા પહેલા તમારા ચહેરાને સરખી રીતે સાફ કરી લો. ચહેરો સાફ કરવા માટે તમે ગુલાબજળ અને ટોનરનો ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી ચહેરા પર જામેલી ધુળ, ગંદકી નીકળી જશે અને ચહેરા પર નિશાન પણ નહીં પડે.
કોફી પાઉડર અને નારિયેળ તેલ ફેસપેક
આ ફેસપેક બનાવવા માટે 1 ટીસ્પુન કોફી પાઉડર અને 2 ટીસ્પુન નારિયેળ તેલની જરૂર પડશે. એક વાટકીમાં 1 ટીસ્પુન કોફી પાઉડર અને 2 ટીસ્પુન નારિયેળ તેલ મિક્સ કરો. ત્યાર બાદ આ ફેસપેકને ચહેરા પર લગાવો. કોફી પાઉડરએ ખુબ સરસ એક્સફોલિએટર છે, જે સ્કીનને ગહેરાઈથી સાફ કરે છે. સાથે જ બ્લડ સર્કુલેશન પણ વધારે છે. આ ફેસપેક પિંપલ્સ અને ડાર્ક સ્પોટ્સને ઓછું કરવામાં મદદ કરે છે. નારિયેળનું તેલ લગાવવાથી સ્કીનમાં નમી બની રહે છે. પેક સુકાઈ જાય પછી થોડુ પાણી લઈ સર્કુલર મોશનમાં 5 મિનિટ મસાજ કરી તેને ચહેરા પરથી કાઢી લેવું
કેળા અને મધનું ફેસપેક
આ ફેસપેક બનાવવા માટે તમારે જોઈશે છુંદેલા કેળા અને 1 ચમચી મધ. છુંદેલા કેળામાં 1 ચમચી મધ મિક્સ કરો. જો તમારી ત્વચા શુષ્ક હોય તો તેમાં થોડી મલાઈ મિક્સ કરો. હવે બ્રશની મદદથી ચહેરા પર આ ફેસપેક લગાવો. આ પેક લગાવવાથી તમને ફરક તરત જ દેખાશે. પેક સુકાઈ ગયા પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લેવો. કેળામાં આયરન મોટી માત્રામાં મળે છે. તેની સાથે જ કેળા નેચરલ મોશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. જ્યારે તમે મધ અને કેળાને મિક્સ કરી ફેસપેક તૈયાર કરો છો ત્યારે તે તમારા ચહેરા પર ખુબ સરસ રીતે કામ કરે છે. જે તમારી ત્વચાને નમી આપે છે. પોષણ આપે છે. એટલે જ શિયાળામાં આ ફેસપેક બેસ્ટ માનવામાં આવે છે.
દૂધ ક્રિમ અને હળદરનું ફેસપેક
આ ફેસપેક બનાવવા માટે તમારે 1 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી હળદર, અડધી ચમચી દુધ ક્રિમ અને થોડુ દુધની જરૂર પડશે. આ તમામ સામાગ્રીઓ સારી રીતે મિક્સ કરો. જોકે થિક પેસ્ટ ન બને ત્યાં સુધી મિક્સ કરવું જોઈએ. તૈયાર થયેલા ફેસપેકને ચહેરા પર લગાવો. માત્ર 10 મિનિટ માટે આ ફેસપેકને ચહેરા પર લગાવી રહેવા દેવું. ત્યારબાદ હળવા હાથે મસાજ કરી આ ફેસપેકને ચહેરા પરથી કાઢી લેવું. ત્યારબાદ ચહેરો ધોઈ નાખવો. દુધ ક્રિમ અને હળદરનું ફેસપેક શિયાળામાં ખુબ જ લાભદાયી નીવડે છે. જેમની ત્વચા ડ્રાઈ હોય અને સંવેદનશીલ હોય તેમની માટે તો આ ફેસપેક ખાસ ઉપયોગી નિવડે છે. આવી ત્વચાથી નમી જલદી જતી રહે છે. જેથી દુધ ક્રિમ તમારી ત્વચાને અંદર સુધી પોષણ આપે છે. તો હળદર ડ્રાઈનેસને કારણે થતી સમસ્યામાંથી મુક્તિ આપે છે અને આ સમસ્યાને સર્જાતા રોકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે