કુદરતના ખોળે વસેલી આ જગ્યાઓ છે સોમનાથથી સાવ નજીક, આ બીચ તો ગોવાને પણ ટક્કર મારે તેવો છે

Tourist Places Near Somnath: સોમનાથની નજીક કેટલીક એવી જગ્યાઓ પણ આવી છે જેની મુલાકાત એકવખત તો દરેક વ્યક્તિએ લેવી જોઈએ. આ જગ્યાઓ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ખાસ કરીને એક બીચ એવો છે જે વિદેશને પણ ટક્કર મારે તેવો છે.

કુદરતના ખોળે વસેલી આ જગ્યાઓ છે સોમનાથથી સાવ નજીક, આ બીચ તો ગોવાને પણ ટક્કર મારે તેવો છે

Tourist Places Near Somnath: સોમનાથ ગુજરાતનું જ નહીં દેશનું પ્રખ્યાત તીર્થસ્થળ છે. સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં સોમનાથ સૌથી પહેલા આવે છે. આ ભૂમિ પવિત્ર ત્રિવેણી સંગમ અને મંદિરોના કારણે ધાર્મિક મહત્વ ધરાવે છે. જો કે અહીં માત્ર સોમનાથમાં જ ફરવાલાયક સ્થળ છે તેવું નથી. સોમનાથની નજીક કેટલીક એવી જગ્યાઓ પણ આવી છે જેની મુલાકાત એકવખત તો દરેક વ્યક્તિએ લેવી જોઈએ. આ જગ્યાઓ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ખાસ કરીને એક બીચ એવો છે જે વિદેશને પણ ટક્કર મારે તેવો છે.

આ પણ વાંચો:

ભાલકા તીર્થ

ભગવાન શ્રીકૃષ્ણનું જે જગ્યાએ દેહાવસાન થયું હતું તે જગ્યા એટલા ભાલકા તીર્થ. ભાલકા સોમનાથ મંદિરથી ચાર કિમી દૂર આવેલું છે. અહીં ભગવાનને પારધીનું તીર લાગ્યું અને તેમણે વૈંકુઠ પ્રસ્થાન કર્યું.
 
તુલસી શ્યામ

તુલસીશ્યામ ગીરના જંગલો વચ્ચે આવેલું કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળ છે. અહીં ભગવાન વિષ્ણુ શ્યામ સ્વરૂપે બિરાજે છે. અહીં ગરમ પાણીના કુંડ આવેલા છે. માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગ દૂર થાય છે.

કનકાઈ-બાણેજ

ગીરના જંગલોમાં આવેલી આ બે પવિત્ર જગ્યાઓ છે. અહીં બાણેજમાં મહાદેવનું મંદિર છે અને તેની નજીક જ કનકાઈ માતાનું મંદિર પણ છે. આ જગ્યાનું કુદરતી સૌંદર્ય અદ્ભુત અનુભવ કરાવે છે.

જમજીર ધોધ

સૌરાષ્ટ્રમાં આવેલો આ ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. શિંગોડા નદીના ધોધને જમજીરના ધોધના નામે ઓળખવામાં આવે છે. આ ધોધનો અવાજ દૂર દૂર સુધી સાંભળવા લાગે છે. સૌરાષ્ટ્રમાં ફરવા આવતા લોકોએ આ સુંદર જગ્યાએ ફરવા જવું જ જોઈએ.   
 
અહમદપુર માંડવી બીચ

ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો આવે છે. તેમાં આ બીચ સૌથી ઓછો પ્રખ્યાત બીચ છે. આ બીચ ગીર સોમનાથના દીવ નજીક આવેલો છે. કોસ્ટલાઈન પર આવેલો આ બીચ ખૂબ જ રમણીય છે. અહીં પોર્ટુગીઝ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news