'કામ'ની વાત! મોટા ભાગની મહિલાઓ સંબંધ બાંધવામાં કેમ કરે છે સંકોચ? જાણવા જેવું છે
મહિલાઓ શારીરિક સંબંધ નથી બનાવતી તેની પાછળની આ સમસ્યાઓ હોય છે. જેના માટે અમુક ટિપ્સ તમને કામ આવી શકે છે. અહીં આપવામાં આવેલી માહિતી પણ જરૂર જાણવા જેવી છે.
Trending Photos
નવી દિલ્લીઃ હંમેશા પુરુષોની સરખામણીમાં મહિલા શારીરિક સંબંધ બનાવવામાં ઓછી ઈચ્છા ધરાવે છે. મહિલામાં કામેચ્છાની ઉણપના કારણે યૌન સમસ્યા થાય છે. આ સમસ્યાને HSDD એટલે કે હાઈપો એક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસ ઓર્ડર કહેવામાં આવે છે. આ જ કારણથી સંબંધ બનાવવાની મહિલાઓની ઈચ્છા ઓછી થતી જાય છે. મહિલાઓમાં સેક્સ્યુઅલ રિલેશનથી ખચકાવું કે મન ના માનવા પાછળનું કારણ હોઈ શકે છે. અમુક ટિપ્સની મદદથી તમે આ સમસ્યાને ઉકેલી શકશો.
મહિલાઓમાં સેક્સ્યુઅલ ડિઝાયરની ઉણપનું કારણ (Low Libido in Women)-
મહિલાઓમાં સેક્સ્યુઅલ ડિઝાયર (યોન સંબંધ બનાવવાની ઈચ્છા) ની ઉણપના કારણે મહિલાઓની કામેચ્છામાં ઉણપ, યોન સંબંધ બનાવવાની પહેલ ના કરવી, પરાકાષ્ઠા પ્રાપ્ત કરવામાં સમસ્યા જેવા લક્ષણો જોવા મળે છે. જેની પાછળના કારણો અમે તમને જણાવીશું.
શરીરમાં હોર્મોન્સ બદલાવા-
ઉંમર વધવાથી સેક્શુઅલ હોર્મોનમાં ઉણપ
ગર્ભાવસ્થા અને સ્તનપાનનું કારણ
રજોનિવૃતિના કારણે
તણાવ
પાર્ટનર સાથે સમસ્યાઓ
જાતીય આઘાત, વગેરે
મહિલાઓમાં સેક્સ્યુઅલ ડિઝાયરની ઉણપ કેવી રીતે દૂર કરવી-
મહિલાઓમાં લો સેક્સ ડ્રાઈવની સારવાર કરવા માટે તેના કારણ વિશે જાણવું જરૂરી બની જાય છે. મનમાંથી શારીરિક સંબંધ ન બનાવવા માટેનું કારણ કાઢી નાખવું પડે. તમે આ ટિપ્સને અપનાવીને સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો.
1. પુરૂષોની જેમ એક્સરસાઇઝથી મહિલાઓની સેક્સ્યુઅલ ડિઝાયરને સામાન્ય કરી શકાય છે. એક્સરસાઈઝ તમારી બોડી ઈમેજને સુધારીને તમારી અંદર આત્મા વિશ્વાસ ભરે છે. આ ઉપરાંત એક્સરસાઇઝ કરવાથી યોન સંબંધ માટેના જરૂરી હોર્મોન્સમાં વધારો થાય છે.
2. જો તમે વધુ તણાવમાં હોવ તો સ્ટ્રેસ મેનેજમેન્ટ જરૂર શીખો આનાથી તમારી સેક્સુઅલ લાઈફ સુધરી શકે છે.
3. ઘણી વખત સેક્સ ડ્રાઈવમાં ઉણપના કારણે રિલેશનશીપની પણ સમસ્યા હોઈ શકે છે આના કારણે તમે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરો અને જે પણ મતભેદ હોય તેનું સમાધાન કરો.
4. જો તમારે યૌન સંબંધ દરમિયાન કઈ પસંદ-નાપસંદ આવી રહ્યું છે તો એ માટે પણ તમારા પાર્ટનર સાથે વાત કરો.
5. તમે તમારી સેક્સુઅલ લાઈફને કઈ રીતે સારી બનાવી શકો છો તે વિશે તમારે બન્નેએ મળીને ચર્ચા કરવી જોઈએ
6. જો તમે સ્મોકિંગ, આલ્કોહોલ કે અન્ય નશો કરતા હોવ તો તેને તરત જ છોડી દો.
7. જો કોઈ શારીરિક સમસ્યાના કારણે મહિલાઓની સેક્સ્યુઅલ ડિઝાયરમાં ઉણપ આવે છો તો તે અંગે વિશેષજ્ઞ સાથે પરામર્શ કરવો જોઈએ.
અહીં આપવામાં આવેલી જાણકારી કોઈ પણ તબીબી સલાહનો વિકલ્પ નથી. આ માહિતી માત્ર તમારી જાણકારી માટે આપવામાં આવી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે