Juices: પેટ, કમર અને સાથળની ચરબી મીણની જેમ ઓગળવા લાગશે, રોજ સવારે પીવા લાગો આ જ્યુસ
Juice For Weight Loss: પેટ, સાથળ, કમર પર જામેલી ચરબી ઓગાળવી હોય તો આ કામ તમે કોઈપણ પ્રકારની મહેનત વિના કરી શકો છો. તેના માટે તમારે આ જ્યુસ પીવાની શરુઆત કરવી જોઈએ. અહીં અલગ અલગ 6 જ્યુસ વિશે જણાવીએ છીએ. આ જ્યુસ ચરબી ઓગાળવામાં રામબાણ દવા સાબિત થઈ શકે છે.
કિવી
કિવીમાં થોડા પાલકના પાન ઉમેરી તેનો જ્યુસ બનાવીને પીવામાં આવે તો કમરની આસપાસની ચરબી ઝડપથી ઓગળે છે.
આદુ અને કાકડી
આદુ અને કાકડીનો જ્યુસ બનાવીને નિયમિત પીવાથી પેટની ચરબી સરળતાથી ઉતરી જાય છે.
કાકડી અને સફરજન
કાકડી અને સફરજનને સાથે મિક્સ કરીને જ્યુસ બનાવીને પીવાથી પેટનો સોજો ઓછો થાય છે અને વજન ઉતારવામાં પણ સરળતા રહે છે.
દુધીનો જ્યુસ
વજન ઘટાડવા માટે દુધીનો જ્યુસ રામબાણ ઈલાજ છે. રોજ સવારે ખાલી પેટ દુધીનો જ્યુસ થોડા દિવસ પીશો તો ચરબી ગાયબ થઈ જશે.
પાલક અને કાકડી
પાલક અને કાકડીને મિક્સ કરીને જ્યુસ બનાવી તેમાં થોડું લીંબુનો રસ ઉમેરીને નિયમિત પીવાથી પેટની ચરબી ઓછી થાય છે.
ફુદીનો અને કાકડી
પાણીમાં રાત્રે ફુદીનાના થોડા પાન અને કાકડીના ટુકડા ઉમેરી દેવા. બીજા દિવસે તરસ લાગે ત્યારે આ પાણી પીવાનું રાખો. કાકડી અને ફુદીનાનું આ પાણી પેટની ચરબી સરળતાથી ઓછી કરશે.
Trending Photos