આ સારા સંકેતો નથી! ઠંડી, ગરમી, ચોમાસાને લઈને ડરામણી આગાહી, શું કહે છે અંબાલાલ-પરેશ ગોસ્વામી?
Ambalal Patel Forecast: ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. પરંતુ હજુ શિયાળાએ વિદાય લીધી નથી. ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો વધવાનો છે. આ સાથે કમોસમી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સચોટ આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 27થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે. અંબાલાલે કહ્યું કે 21થી 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં ફરી ઠંડી વધશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી ભુક્કા કાઢી નાખશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે. દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે.
દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે. સ્કાયમેટની આગાહી પર પણ એક નજર કરી લઈએ. તેના વરતારા મુજબ, આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે. આગામી ૨૪ કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે. ત્યારબાદ, ૨૨ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, રાજ્યમાં બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય. બે દિવસ બાદ 2-3 લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આજે અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી અને ગાંધીનગર 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી નોંધાયું છે. દક્ષિણ પૂર્વના પવનો ફુંકાવાથી તાપમાનમાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર છે, જેથી હાલ ઠંડી ઘટી છે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની છે.
પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું કે કારતક મહિનાની શરૂઆતથી લઈને 18 જાન્યુઆરી સુધી કશ તાકરાનું પ્રમાણ નબળું રહ્યું છે. તેમણે કહ્યું કે આ સારા સંકેતો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી કશ કાતરા થવા જોઈએ તેવા થયા નથી. તેમણે ચોમાસા અંગે કહ્યું કે બે વખત કશ કાતરા થયા હતા. તેમ છતાં ચોમાસુ નબળું થવાનું નથી કારણ કે ચોમાસા માટે અન્ય પરિબળો પણ જોવાના હોય છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. 24 તારીખ સુધી થોડી ગરમી પડશે. 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવશે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ-કોઈ ભાગમાં માવઠા થશે. 27 જાન્યુઆરી બાદ ગુજરાતમાં 12થી 17 ડિગ્રી તાપમાન રહેશે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, '24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે. 27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને રાજ્યના કોઈક કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ઠંડીમાં રાહત અનુભવાઈ છે. હજુ ત્રણ દિવસ ઠંડીમાં કોઈ વધારો નહિ થાય. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે. આ સાથે જ જાન્યુઆરીમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બદલાવાનું છે. કારણ કે જાન્યુઆરીમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે.
જાન્યુઆરી મહિનો એવો છે જ્યારે દેશભરમાં ઠંડી ટોચ પર હોય છે. આ વખતે પણ સ્થિતિ એવી જ છે. જાન્યુઆરી મહિનો અનેક રીતે લોકોના જીવનને પ્રભાવિત કરી રહ્યો છે. આ સમયે માત્ર રાજધાની દિલ્હીમાં જ નહીં પરંતુ કાશ્મીરની ઘાટીઓથી લઈને રાજસ્થાનના રણ અને ઝારખંડના જંગલોમાં પણ શિયાળાની અસર જોવા મળી રહી છે. દિવસ દરમિયાન તડકો હોવા છતાં સવાર અને રાત્રીના ઠંડા પવનો લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટવાની ફરજ પાડી રહ્યા છે. આ બધા વચ્ચે હવામાન વિભાગનું કહેવું છે કે ઠંડીનો કહેર હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેવાનો છે. જો કે દેશના કેટલાક ભાગોમાં તડકાના કારણે લોકોને રાહત મળી છે.
Trending Photos